National

ભારતનું આ હથિયાર ચીન-PAKથી લઈને અડધી દુનિયા પર હુમલો કરી શકે છે…

નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશના (Arunachal Pradesh) તવાંગ સેક્ટરમાં ભારત (India) અને ચીન (China) વચ્ચે થએલી સૈન્ય ઝડપ બાદના તનાવ વચ્ચે ભારતે ગુરુવારે જમીનથી જમીન સુધી વાર કરનારી ક્ષમતા વાડી પરમાણું સંપ્પન બેલેસ્ટિક મિસાઈલ (Ballistic Missile) અગ્નિ 5નું (Agni 5) સફળ પરીક્ષણ (test) કર્યું છે. રક્ષા સુત્રો તરફથી આ પરીક્ષણ અંગેની જાણકારી આપવામાં આવી હતી. આ મિસાઈલ ત્રણ સ્ટેજમા સંચાલન કરી શકશે. જેમાં સોડીયમ ફયુલ એન્જીન લગાવવામાં આવ્યું છે. અગ્નિ-5 મિસાઈલ પાંચ હજાર કિલોમીટર સુધીના તેના ટાર્ગેટ ઉપર 100 ટકા વાર કરીને દુશ્મનોના દાત ખાંટા કરવામાં ક્ષમતા ધરાવે છે. ઓડીસાના બાલાસોર તટથી લઇને અબ્દુલ કલામ પરીક્ષણ કેન્દ્ર ખાતે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

નવા ઉપકરણો અને ટેકનોલોજીથી સજ્જ
સંરક્ષણ સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે મિસાઈલ પર સ્થાપિત નવી ટેક્નોલોજી અને ઉપકરણોના પરીક્ષણ કરવા માટે તેનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ હવે પહેલા કરતા હલકી થઈ ગઈ છે. એટલું જ નહીં, જરૂર પડેશે ત્યારે આ અગ્નિ-5 મિસાઈલની રેન્જ વધારવાની ક્ષમતા પણ વિકસાવવામાં આવી છે.આ ટેકનોલોજી માટે અદ્યતન ઉપકરણો પણ મિસાઈલમાં જોડવામાં આવશે.

ખુબ જ આધુનિક સુવિધાઓથી સજ્જ છે
અગ્નિ શ્રેણીની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ DRDO અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે નવી અગ્નિ મિસાઈલની ફાયરપાવર 5,000 થી 8,000 કિમી છે. અગ્નિ-5 ની ઊંચાઈ 17 મીટર અને વ્યાસ 2 મીટર છે. આ મિસાઈલનું વજન 50 ટન છે અને તે 1.5 ટન સુધીના પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. અગ્નિ-5 અવાજની 24 ગણી ઝડપ સાથે મુકાબલો કરવામાં પણ ક્ષશમતા ધારાવે છે.

સમગ્ર ચીનને નિશાન બનાવવામાં સક્ષમ છે
સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ મિસાઈલ બેઈજિંગ, શાંઘાઈ, ગુઆંગઝુ અને હોંગકોંગ સહિત સમગ્ર ચીનને નિશાન બનાવવામાં સક્ષમ છે. અગ્નિ-5 તેની શ્રેણીનું સૌથી આધુનિક હથિયાર બન્યું છે. તેમાં નેવિગેશન માટે નવીનતમ તકનીકો છે. તેની પરમાણુ સામગ્રી વહન કરવાની ક્ષમતા અન્ય મિસાઈલ પ્રણાલીઓ કરતા ઘણી વધારે છે.

બહુ ઓછા દેશો પાસે આ ક્ષમતા વાડી મીસાઈલ છે
બહુ ઓછા દેશો પાસે ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ છે. જેમાં પાકિસ્તાનનો સમાવેશ થતો નથી. આમાં અમેરિકા, ચીન, રશિયા, ફ્રાન્સ અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે ભારત પાસે પહેલાથી જ 700 કિમીની રેન્જવાળી અગ્નિ-1, 2000 કિમીની રેન્જવાળી અગ્નિ-2, 2,500 કિમીથી 3,500 કિમીની રેન્જવાળી અગ્નિ-3 મિસાઈલ છે. તેમને પાકિસ્તાન વિરુદ્ધ બનાવવામાં આવેલી રણનીતિ હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે અગ્નિ-4 અને અગ્નિ-5 ચીનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે.

Most Popular

To Top