Gujarat

પ્રભુ શ્રી રામ માટે ઝઘડી પડી નણંદ-ભાભી, ક્રિકેટ રવિન્દ્ર જાડેજાના ઘરમાં રામ મંદિર મામલે ઝઘડો

જામનગર(Jamnagar): અયોધ્યાના (Ayodhya) રામ મંદિરમાં (Rammandir) આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામની (ShriRam) પ્રતિમાની (Statue) પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર હોય દેશભરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે. દેશવિદેશથી 8000થી વધુ વીવીઆઈપી મહેમાનો આ પ્રસંગના સાક્ષી બનવા અયોધ્યા જનાર છે, ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના (RavindraJadeja) ઘરમાં રામ મંદિર મામલે ઝઘડો શરૂ થઈ ગયો છે.

વાત જાણે એમ છે કે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને ભાજપના ધારાસભ્ય રિવાબાને (RivabaJadeja) પણ મળ્યો છે. આમંત્રણ મળ્યાનો રિવાબાને આનંદ છે તો બીજી તરફ તેમના નણંદ નયનાબા (Nayanaba) ખફા થઈ ગયા છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના પરિવારમાં ફરીથી વાકયુદ્ધ શરૂ થયું છે.

આ વખતે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટન મુદ્દે નણંદ-ભાભી વચ્ચે શાબ્દિક વૉર શરૂ થયું છે. ગુરુવારે તા.11 જાન્યુઆરીના રોજ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને  જામનગર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજનીતિ ન થાય અને તમામ લોકો ધર્મને ધ્યાનમાં રાખીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપે તેવું નિવેદન આપ્યું હતું. હવે રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા જાડેજાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ રામ મંદિર મુદ્દે રિવાબા જાડેજા પર કટાક્ષ કરતા હોવાનું લાગી રહ્યું છે.

શું કહ્યું નયનાબાએ?
નયનાબા જાડેજાએ વીડિયોમાં કહ્યું છે કે, હજુ રામ મંદિર અડધું બન્યું છે અને લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉતાવળે ગોઠવવામાં આવ્યો છે. અધુરા મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવતા અનેક સાધુ-સંતો, શંકરાચાર્ય પણ નારાજ હોવાની વિગતો સામે આવી છે. રિવાબાનું નામ લીધા વિના નયનાબાએ કહ્યું કે, અમારે ભક્તિ અને સંસ્કાર તમારી પાસેથી શીખવાની જરૂર નથી. છોટી કાશીમાં રહેતા હોવા છતાં તમારામાં સંસ્કાર નથી. મંદિર જ્યારે પૂર્ણ બને ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય. શંકરાચાર્ય સહિતનાઓએ બહિષ્કાર કર્યો છે. સંસ્કાર અને ધર્મની વાતો તમને શોભે જ નહી.

રિવાબાએ શું કહ્યું હતું?
આ અગાઉ ગુરુવારે રામ મંદિર મુદ્દે ધારાસભ્ય રિવાબા જાડેજાએ કહ્યું હતું કે, આ કોઈ રાજકીય પક્ષનો કાર્યક્રમ નથી. પ્રભુ શ્રી રામ અને કરોડો ભારતવાસીઓની આસ્થાનો પ્રસંગ છે. ભગવાન શ્રી રામની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે રાજનીતિથી ઉપર ઉઠી પ્રભુ શ્રી રામને આપ સૌ બધા આવકારીએ  એવી જ આપ સૌને અભ્યર્થના.

Most Popular

To Top