Entertainment

અનુષ્કા શર્માએ બાઈક રાઈડર પાસે લીધી લિફ્ટ

મુંબઈ: મુંબઈ (Mumbai) જેવું શહેર કે જ્યાં ટ્રાફિકની (Traffic) સમસ્યા હંમેશા સતાવતી રહે છે. સામાન્ય માણસ સાથે હવે જાણે એકટર એકટ્રેસ પણ ટ્રાફિકની સમસ્યાથી હેરાન થઈ રહ્યાં હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સોમવારે બોલિવૂડના (Bollywood) બીગ-બીએ એક બાઈડ રાઈડ (Bike ride) વાળો ફોટો શેર કર્યો હતો. કામમાં મોડું ન થાય અને સમયસય સેટ પર પહોંચવા માટે અમિતાભ બચ્ચને એક બાઈક સવાર પાસે લિફ્ટ માગી હતી અને તેની સાથેનો એક ફોટો પોસ્ટ કરી તેને થેન્કયુ પણ કહ્યું હતું. ત્યારે હવે આવો જ એક વીડિયો અભિનેત્રી અનુષ્કા શર્માનો સામે આવ્યો છે. જેમાં તે એક બાઈક સવાર પાસેથી લીફ્ટ માગે છે.

પેપરાઝીએ અનુષ્કાને તેના બોડીગાર્ડ સાથે બાઈક પર જોઈ હતી. જાણકારી મુજબ જુહુમાં એક વૃક્ષ પડી ગયું છે જેનાં કારણે ત્યાં ટ્રાફિકની સમસ્યા આવી રહી છે. જેના કારણે અભિનેત્રીએ ગાડીનો નહિં પણ બાઈકની સવારી કરી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે અનુષ્કાએ પેંટ અને ચેક્સ શર્ટ પહેરયો હતો. તેણે પોની ટેઈલ કરી હતી. અનુષ્કાએ બાઈકની સવારી વખતે હેલમેટ ન પહેરવાના કારણે તેને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. આ વીડિયો પબ્લિશ થતાં જ ચાહકો કોમેન્ટ કરી રહ્યાં છે.

જણાવી દઈએ કે અનુષ્કા શર્મા ચકદા એક્સપ્રેસ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ફરી કમબેક કરી રહી છે. પ્રોસિત રોય દ્વારા નિર્દેશિત ચકડા એક્સપ્રેસ ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે, જે 2012 માં પદ્મશ્રી મેળવનારી બીજી ભારતીય મહિલા ક્રિકેટર બની હતી. ‘ચકડા એક્સપ્રેસ’નું શૂટિંગ ભારત અને યુકેમાં કરવામાં આવ્યું છે.

બીગ-બીએ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીનેબાઈક રાઈડની આખી સ્ટોરી કહી
બીગ-બીએ પોતે એક ફોટો તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને પોતાની બાઈક રાઈડની આખી સ્ટોરી કહી છે. તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં તે એક વ્યક્તિની રોયલ એનફિલ્ડ હિમાલયા બાઇક પર બેઠેલો જોવા મળે છે. તેઓ આરામથી પાછળ બેઠા છે અને સેટ પર પહોંચવા ઉતાવળા જણાઈ રહ્યાં છે. 

Most Popular

To Top