Columns

જાણો એન્ટાકર્ટીક સંધિ ક્યારે અમલમાં આવી હતી, અને 53 દેશો તેના સભ્યો કઈ રીતે બન્યા?

એન્ટાકર્ટીકા (દક્ષિણ ધ્રુવ) એ પૃથવીની સૌથી દક્ષિણે રહેલો અને પાંચમો મોટામાં મોટો ખંડ છે. આ એન્ટાર્કટિકાનો આશરે 98 ટકા હિસ્સો 1.9 કિ.મી. ઉંડાઇ ધરાવતા બરફના થરની નીચે રહેલો છે. આ ખંડના જો કોઇ માત્ર વસાહતીઓ હોય તો તેઓ આ ખંડના જુદા જુદા સંશોધન સ્ટેશનોમાં રહેતા સંશોધનકાર વિજ્ઞાનીઓ છે. આ એન્ટાર્કટિકા મહદ્‌અંશે વસવાટ માટે પ્રતિકૂળ છે. પ્રાણીઓની જે માતર પ્રજાતિઓ અહીં જોવા મળે છે, તેમાં પેગ્વીન પક્ષી અને સીલ માછલીઓનો સમાવેશ થાય છે. એન્ટાર્કટિકામાં જોવા મળતું જમીની પ્રાણી નેમાટોડે કીડો છે.

એન્ટાર્કટીક સંધિમાં શું જણાવવામાં આવ્યું છે?
આ એન્ટાર્કટિકા એ હકીકતમાં પૃથ્વીનો એવો વિસ્તાર છે કે જેના પર ઘણા બધા દેશો સમાન અધિપત્ય અને હક્કો ધરાવે છે. આ ખંડ પર એવા લોકોનું અધિપત્ય છે કે જેમણે એન્ટાકર્ટીક સંધિ પ્રણાલિ પર સહી સિક્કા કર્યા હોય. આ એન્ટાકર્ટીક સંધિ વર્ષ 1961થી અમલમાં આવી હતી. તેના 53 દેશો સભ્ય છે. આ સંધિમાં જણાવ્યા પ્રમાણે જે તે સભ્ય દેશો અહીં વિજ્ઞાનને લગતા પ્રયોગો હાથ ધરવાની સ્વતંત્રતા ધરાવે છે, પરંતુ તેઓ લશ્કરી કવાયત, ખનિજોનું ખોદકામ, અણુ ધડકાઓ ન કરી શકે કે ન્યુકિલયર કચરાનો નિકાલ નહિ કરી શકે. એન્ટાકર્ટીક સંધિમાં પર્યાવરણ સંબંધી જે પ્રોટોકોલ કરવામાં આવ્યા છે તે એન્ટાર્કટિકાના જૈવવૈવિધ્યની જાળવણી અને વ્યવસ્થાપન અંગે છે. આ પ્રોટોકોલ વર્ષ 1998માં કરવામાં આવ્યા હતા.

એન્ટાર્કટિકા ખંડ પર્વતોની હારમાળાથી પૂર્વિય એન્ટાર્કટિકા અને પશ્ચિમ એન્ટાર્કટિકામાં વહેંચાયેલો છે
એન્ટાર્કટિકા (દક્ષિણ ધ્રુવિય ખંડ) એ આર્કટીક (ઉત્તર ધ્રુવ) કરતા વધારે ઠંડો વિસ્તાર છે. તે ટ્રાન્સ એન્ટાકર્ટીક પર્વતોથી પૂર્વ એન્ટાર્કટિકા અને પશ્ચિમ એન્ટાકર્ટીક બરફની પાટોથી ઢંકાયેલો છે. પૂર્વ એન્ટાર્કટીકા કે જે હિંદી મહાસાગરની બાજુએ રહેલો છે, તે કોટ્‌સ જમીનખંડ, કવીન માઉડ જમીન ખંડ એન્ડર બાય જમીન ખંડ, મેકરોબર્ટ્‌સન જમીન ખંડ અને વિકટોરીઆ જમીન ખંડનો બનેલો છે. પૂર્વ એન્ટાર્કટીકા એ પશ્ચિમ એન્ટાર્કટિકા કરતા વધારે શીતળ છે.

એન્ટાર્કટિકામાં ઊંચામાં ઊંચું શિખર ‘વીન્સન માસીફ’ છે
એન્ટાર્કટિકામાં લાંબામાં લાંબી નદી ‘ઓનીકસ’ છે. ત્યાં મોટામાં મોટું સરોવર ‘વોસ્ટોક’ છે. આ સરોવર 3.7 કિ.મી. ઊંડા બરફના થરની નીચે દટાયેલું છે. એન્ટાર્કટિકામાં પર્વતનું ઊંચામાં ઊંચું શિખર ‘વીન્સન માસીફ’ છે. પૃથ્વીની સૌથી વધારે દક્ષિણે રહેલો જવાળામુખી ‘એરીબસ’ એન્ટાર્કટીકામાં છે.

વર્ષ 1981માં પોતાની પહેલી ચઢાઇ સાથે ભારતે પોતાનો એન્ટાર્કટીક કાર્યક્રમ શરૂ કર્યો હતો
ભારતે પોતાનો શોધ સંશોધનો માટેનો એન્ટાર્કટીક કાર્યક્રમ વર્ષ 1981માં શરૂ કર્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન ‘નેશનલ સેન્ટર ફોર એન્ટાર્કટીક’ (એન્ટાર્કટીક માટેના રાષ્ટ્રીય કેન્દ્ર) અને ભારતના પૃથ્વી સંબંધી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. એન્ટાર્કટીકામાં ‘દક્ષિણ ગંગોત્રી’ એ ભારતની પહેલવહેલી વસાહત છે. હાલમાં તેનો ઉપયોગ પૂરવઠા આધાર અને ‘ટ્રાન્ઝીટ કેમ્પ’ તરીકે કરવામાં આવે છે. ત્યાં બીજી કાયમી વસાહત ‘મૈત્રી’ છે જેની સ્થાપના વર્ષ 1989માં કરવામાં આવી હતી. ભારતે ‘મૈત્રી’ની આસપાસ તાજા પાણીનું સરોવર બનાવ્યું છે જેને ‘પ્રિયદર્શીની સરોવર’ નામ આપવામાં આવ્યું છે. એન્ટાર્કટિકામાં ભારતનું ત્રીજું સંશોધન સ્ટેશન ‘ભારતી’ છે, જેની સ્થાપના વર્ષ 2015માં કરવામાં આવી હતી.

આર્કટીક એ પૃથ્વીની સૌથી વધારે ઉત્તરે રહેલો વિસ્તાર છે
આર્કટીક એ ઉત્તરધ્રુવની આસપાસ રહેલો પૃથ્વીનો સૌથી વધારે ઉત્તરિય ભાગ છે. તે આર્કટીક સમુદ્ર, આજુબાજુના સમુદ્રો, અલાસ્કા (યુએસએ)ના હિસ્સાઓ, ફીનલેન્ડ, ગ્રીનલેન્ડ (ડેન્માર્ક), આઇસલેન્ડ, ઉત્તરિય કેનેડા, નોર્વે, રશિયા અને સ્વીડનને સમાવે છે. આ આઠ દેશો આર્કટીક કાઉન્સીલના સભ્યો છે પોતાના વિશિષ્ટ સ્થળ અને હવામાનને કારણે આ આર્કટીક પૃથ્વી પરના અજોડ સ્થળોમાંનું એક વિશિષ્ટ અજોડ સ્થળ બની રહયો છે. આ કારણે ઉત્તર ધ્રુવ પર વર્ષમાં સતત 6 મહિનાનો દિવસ અને 6 મહિનાની રાત્રિ હોય છે.

સૌર પવનો સક્રિય હોય ત્યારે ઉત્તર ધ્રુવ પર ઉત્તરિય પ્રકાશિય તેજપૂંજ (નિધર્ન લાઇટ્‌સ)નો નજારો જોવા મળે છે
‘ઓરોરા બોરીઆલીસ’ જેને ‘ઉત્તરિય તેજપૂંજ’ પણ કહેવામાં આવે છે, તે પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર બનતી ઘટના છે. જયારે આકાશ સ્વચ્છ હોય, ડાર્ક રાત્રિ હોય અને સૌર પવનો સક્રિય હોય ત્યારે ઉત્તર ધ્રુવ પર રંગબેરંગી પ્રકાશનો નજારો જોવા મળે છે. તેને ઉત્તરિય તેજપૂંજ (નધર્ન લાઇટ્‌સ) કહેવામાં આવે છે. આ સૌર પવનો એ સૂર્યમાંથી ફંગોળાતા વીજભારિત દ્રવ્યકણોનો ધોધ છે. કોરોના એ સૂર્યની અથવા ચંદ્રની આસપાસ દેખાતું વલય અથવા વલયો છે કારણ કે પ્રકાશનું પાણીની વરાળ દ્વારા ‘વિવર્તન’ (ડીફ્રેકશન) થાય છે. આ કોરોનારૂપી વલય અંદરની બાજુએ ભૂરું અને બહારની બાજુએ લાલ દેખાય છે. ઉત્તર ધ્રુવ પર દેશી લોકોની પેઢીઓ હજારો વર્ષોથી જીવન ગુજારે છે. આર્કટીકના આ વિસ્તારોમાં રહેતા લોકોમાં કેનેડા અને ગ્રીનલેન્ડના ‘ઇન્યુએટ્‌સ’નો ઉપરાંત અલાસ્કાના યુપીક અને અથાબાસ્કનનો સમાવેશ થાય છે. ઉત્તર ધ્રુવની અજોડ પ્રાણી સૃષ્ટીમાં ધ્રુવિય રીંછ, ઉત્તર ધ્રુવિય શિયાળ, વોલરસ, સીલ માછલી,વ્હેલ માછલી અને નાર વ્હેલનો સમાવેશ થાય છે.
વર્ષ 2021ની ‘આર્કટીક સાયન્સ’ની મીટીંગનો હેતુ સાતત્યપૂર્ણ આર્કટીક અંગેની જાણકારી મેળવવાનો હતો
ભારતે ‘આર્કટીક સાયન્સ’ની મીટીંગમાં ભાગ લીધો હતો. ભારતના કેન્દ્રિય પ્રધાન ડો. હર્ષવર્ધને આ મીટીંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ 2021ની આ મીટીંગનો સારાંશ ‘સાતત્યપૂર્ણ આર્કટીક’ અંગેની જાણકારી મેળવવાનો હતો.
વધારામાં રશિયાની અવકાશ એજન્સી ‘રોસકોસમોસ’ એ ‘આર્કટીક મોનીટરીંગ’ કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકયો છે. આ કૃત્રિમ ઉપગ્રહ આર્કટીકના હવામાન અને પર્યાવરણ પર નજર રાખશે. રશિયાની અવકાશ એજન્સીએ ‘સોયુઝ-2.1 બી’ રોકેટના સહારે આ ‘આર્કટીક-એમ’ સેટેલાઇટને અવકાશમાં રવાના કર્યો હતો.

આર્ટટીક સમુદ્રનો આઇસ વધારે ઝડપે પીગળી રહ્યો છે
વિજ્ઞાનીઓ જણાવે છે કે અગાઉ કૃત્રિમ ઉપગ્રહ દ્વારા જે અંદાજ રજુ કરવામાં આવ્યો હતો, તેના કરતા વધારે ઝડપે આર્કટીક સમુદ્રનો આઇસ પીગળી રહ્યો છે. તેમના મંતવ્ય પ્રમાણે છેલ્લા ત્રણ દશકાઓ દરમ્યાન આર્કટીક સમુદ્રના આઇસમાં 30 ટકાનો ઘટાડો થયો છે. એન્ટાકર્ટીકની સરખામણીએ આર્કટીક એ સૌથી વધારે અને ઉપરના અક્ષાંસોએ રહેલા કેનેડા, અમેરિકા, રશિયા, આઇસલેન્ડ, ગ્રીન લેન્ડ અને સ્કેન્ડીવીઅન દેશોની નજીક રહેલો છે. આમાંના મોટા ભાગના દેશોની આસપાસ ઉદ્યોગો, વાહનો, જૈવ દ્રવ્ય (બાયોમાસ) બાળવાની પ્રક્રિયાવગેરે પરિબળોએ આર્કટીકની નીવસન પ્રણાલિઓ અને હવામાનને અસરગ્રસ્ત કર્યા છે.

Most Popular

To Top