Entertainment

આલિયા ભટ્ટની દીકરી રાહા સાથે મસ્તી કરતા જોવા મળ્યા અનંત અંબાણી, વીડિયો વાઇરલ

જામનગર: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણીના (Mukesh Ambani) પુત્ર અનંત અંબાણી (Anant Ambani) અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ ગુજરાતના જામનગરમાં તેમના પ્રી-વેડિંગની ઉજવણી કરી રહ્યા છે. અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં (Pre-wedding) બોલિવૂડના સિતારાઓએ પણ પોતાનો જાદુ બતાવ્યો હતો. દરમિયાન અનંત રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટની (Alia Bhatt) દિકરી રાહા (Raha) સાથે રમૂજ કરતા જોવા મળ્યા હતા.

અનંતના પ્રી વેડિંગમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, અર્જુન કપૂર, અનિલ કપૂર, ટાઈગર શ્રોફ અને આદિત્ય રોય કપૂર સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓએ ખાસ હાજરી આપી હતી. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ તેમની પુત્રી રાહા સાથે અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં જોવા મળ્યા હતા. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આલિયા ભટ્ટની દીકરી રાહા કપૂર અનંત અંબાણી સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

રાહા કપૂર-અનંત અંબાણીની મસ્તી
અનંત-રાધિકા મર્ચન્ટનો પ્રી-વેડિંગ ડ્રેસ કોડ હતો ‘જંગલ ફીવર’. જેમાં આ ડ્રેસ કોડ પહેરી સ્ટાર્સ અને અંબાણી પરિવાર એક્શનમાં જોવા મળ્યા હતા. આ ખાસ અવસર પર આલિયા ભટ્ટે જંગલ થીમ પર દીકરી રાહા સાથે ટ્વિન કર્યું હતું. રાહા અને આલિયા આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. વાયરલ થઈ રહેલી આ ક્લિપમાં આલિયા રાહા સાથે રાધિકા મર્ચન્ટના ભાવિ પતિ અનંત અંબાણી પાસે જતી જોઈ શકાય છે. તેમજ આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહ્યો છે.

રાહા અને અનંત અંબાણીનો ક્યૂટ વીડિયો
આલિયા ભટ્ટની દીકરીનો હાલ અનંત સાથે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં અનંત હળવેથી રાહાનો હાથ પકડીને સ્નેહ કરતા જોઈ શકાય છે. દરમિયાન આલિયા અનંત સાથે ચેટ કરતી પણ જોવા મળી હતી. રસપ્રદ વાત એ છે કે રણબીર કપૂર અને આકાશ અંબાણી ખૂબ સારા મિત્રો છે અને અંબાણી પરિવારના પુત્રો ઘણીવાર રણબીર અને આલિયાના ઘરે જતા સ્પોટ થયા છે.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન
અનંત અને રાધિકા બાળપણના મિત્રો છે. તેઓએ ડિસેમ્બર 2022માં રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં આયોજિત પરંપરાગત રોકા સમારોહમાં સગાઈ કરી હતી. તેમનો ગોળ ધાણા સમારોહ 19 જાન્યુઆરી 2023 ના રોજ થયો હતો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12મી જુલાઈ 2024ના રોજ થવા જઈ રહ્યા છે. ।

પ્રી-વેડિંગના પહેલા દિવસે એટલે કે 1લી માર્ચે કોકટેલ પાર્ટી રાખવામાં આવી હતી. પ્રિ-વેડિંગના બીજા દિવસે અંબાણીના એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં ‘અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ’ થીમ સાથે ફંક્શન યોજવામાં આવ્યું હતું. પ્રી-વેડિંગનો ત્રીજો દિવસ એટલે કે આજે 3જી માર્ચ પ્રી-વેડિંગ ફંક્શનનો છેલ્લો દિવસ હશે.

Most Popular

To Top