National

‘સરકારની મોટા ભાગની નીતિઓ અમીરોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવે છે’: રાહુલ ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) આજે ગ્વાલિયરમાં પહોંચી છે. આ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલે પીએમ પર આકરા પ્રહારો કર્યા અને અનેક સવાલો હતા. તેમણે કહ્યું કે પીએમ મોદી હવાઈ ચપ્પલના લોકોને હવાઈ મુસાફરીનું સપનું બતાવી રહ્યા છે.

ભારત જોડો ન્યાય યાત્રા આજે જ્યારે ગ્વાલિયર પહોંચી હતી ત્યારે કોંગ્રેસ નેતાએ ભારતીય રેલ્વેમાં ભાડા વધારાને લઈને પણ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે મોદી સરકારની મોટાભાગની નીતિઓ અમીરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. રાહુલ ગાંધીએ પોતાના એક્સ એકાઉન્ટ ઉપર પોસ્ટ કરી કહ્યુ, ’ગરીબોની સવારી‘ રેલ્વેના ભાડામાં દર વર્ષે 10%નો વધારો, ડાયનેમિક ભાડાના નામે થતી લૂંટ, વધતા કેન્સલેશન ચાર્જ અને મોંઘી પ્લેટફોર્મ ટિકિટો તેમજ જે ટ્રેનોમાં ગરીબો પગ પણ ન મુકી શકે તેવી ‘એલીટ ટ્રેન’ ની તસવીર બતાવીને લોકોનું મનોરંજન કરવામાં આવી રહ્યું છે.

રાહુલે આગળ લખ્યું કે, સરકારે છેલ્લા 3 વર્ષમાં વરિષ્ઠ નાગરિકો પાસેથી તેમને આપવામાં આવેલી છૂટ છીનવીને ₹3,700 કરોડ એકત્ર કર્યા છે. પ્રચાર માટે પસંદ કરાયેલી ટ્રેન માટે સામાન્ય માણસની ટ્રેનો ગમે ત્યાં ઊભી રાખવામાં આવે છે. તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરોને રેલવેની પ્રાથમિકતામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

તેમણે લખ્યું કે, એસી કોચની સંખ્યા વધારવા માટે જનરલ કોચની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે. જેમાં માત્ર મજૂરો અને ખેડૂતો જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ અને નોકરી કરતા લોકો પણ મુસાફરી કરે છે. એસી કોચના ઉત્પાદનમાં પણ સામાન્ય કોચની સરખામણીએ 3 ગણો વધારો કરવામાં આવ્યો છે.

વાસ્તવમાં રેલવે બજેટને અલગથી રજૂ કરવાની પરંપરાને ખતમ કરવી એ આ ‘કારનામા’ ને છુપાવવાનું ષડયંત્ર હતું. રેલ્વે નીતિઓ માત્ર શ્રીમંતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. તેમજ ભારતની 80% વસ્તી રેલ્વે પર નિર્ભર છે તેમનો વિશ્વાસઘાત છે. મોદી પર વિશ્વાસ એ ‘વિશ્વાસઘાતની ગેરંટી’ છે.

જણાવી દઇયે કે આગામી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય અટકળો શરૂ થઈ ગઈ છે. દરમિયાન ગઈકાલે ભાજપે સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. તેમજ આ યાદિ રજુ થયા બાદ રાજનૈતિક મેદાનમાં વિવિધ અટકોળોએ જન્મ લીધો છે.

Most Popular

To Top