Business

ખાડે ગયેલું તંત્ર

વિકાસ માટે નિષ્ઠા જરૂરી છે. કહેવાયું છે કે જ્યાં પ્રતિષ્ઠા સામાજિક હોય કે સરકારી તંત્ર હોય બધે જ નિષ્ઠા આવશ્યક છે. સરકારી તંત્રો તો વિશાળ પાયે આવે છે પણ જ્યાં સ્થાનિક સ્વરાજ સંસ્થા સ્વરૂપ પંચાયતો, પાલિકાઓનાં તંત્રો ચાલે છે. ત્યાંથી જ નિષ્ઠાનો સાચો અમલ થાય તે જરૂરી છે. ભ્રષ્ટાચાર, બેદરકારી, ખોટા ભેદભાવ, સૂઝબૂઝનો અભાવ જેવા દૂષણો દુર્દશા સર્જે છે અને વિકાસને બદલે બરબાદી આવે છે. આવી પરિસ્થિતિમાં તંત્ર ખાડે ગયું છે. શબ્દપ્રયોગ થતો રહે છે. સ્વચ્છતા, રસ્તાઓ, પાણી, શિક્ષણ અને સ્વાસ્થ્ય સાથે આર્થિક વિકાસ નજરે ચઢે તો ખાડે જવાનો અભિશાપ ટળી જાય છે. પરિવહન માટેની પ્રથમ જરૂરીયાત સારા રસ્તાઓ છે. વર્ષાઋતુમાં તો ખાસ પોલ ખુલી જાય છે. વીજળી સેવા, પાણી પુરવઠા સેવા જેવી બાબતોમાં રસ્તા ખોટાય છે અને પદર ગમે તે રીતે પુરાય છે. ઉપર છેલ્લા દર્શનથી કામના વળતરરૂપે રૂપિયા મેળવી લેવાય છે. રસ્તા પર પડેલા ખાડા અને ભુવાઓ જીવલેણ પણ નીવડે છે. ખાડાનું સત્ય સંતાડવા અખાડા થાય છે.
સુરત  – યુસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top