Entertainment

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદઘાટનમાં મહેમાનોની સ્વીટ ડીશમાં રૂ. 500ની નોટો પણ મૂકાઇ!

મુંબઇ: અંબાણી કુટુંબે (Ambani Family) નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના (NMACC) ઉદઘાટન પ્રસંગે એક અતિ ભવ્ય જલસો યોજ્યો હતો. તેમાં બોલીવુડની (Bollywood) જાણીતી હસ્તિઓથી માંડીને અનેક મહાનુભાવો હાજર હતા. આ કાર્યક્રમની વિગતો હજી પણ ધીમે ધીમે બહાર આવી રહી છે અને તેમાં એક માહિતી એવી છે કે મહેમાનોને ભોજન સમારંભ વખતે એક સ્વીટ ડીશની સાથે રૂ. પ૦૦ની નોટો પણ અપાઇ હતી, જો કે આ પ૦૦ની નોટો સાચી નહીં હતી પણ ફક્ત શોભાની જ હતી.

એનએમએસીસીના ઉદઘાટન સમારંભની ઘણી વાતો અને તસવીરો વાઇરલ થઇ રહી છે અને તેમાં એક તસવીર એક સ્વીટ ડીશની પણ છે જેમાં જોઇ શકાય છે કે તે દૌલત કી ચાટ નામની વાનગી છે જે ઉત્તર ભારતમાં ખૂબ લોકપ્રિય છે. આ વાનગીની ડીશમાં રૂ. પ૦૦ની નોટો પણ ગોઠવીને મૂકાયેલી જોઇ શકાય છે પરંતુ હા, આ નોટો સાચી ન હતી. આમ પણ આ સમારંભમાં જે લોકોને આમંત્રણ અપાયું હતું તેમને માટે પ૦૦ની થોડીક નોટોનું બહુ મહત્વ હોય નહીં. આ કાર્યક્રમના ભોજન સમારંભમાં મહેમાનોને એક મોટી ભારતીય થાળી પીરસવામાં આવી હતી. મહીપ કૌરે થાળીની એક તસવીર શેર કરી છે જેમાં જોઇ શકાય છે કે એક મોટી સિલ્વર થાળીમાં ઘણા બાઉલ છે અને તેમાં દાલ, પાલક પનીક, હલવા, પાપડ, રોટીઓ, લાડવા સહિત વાનગીઓનો રસથાળ હતો.

આ કલ્ચરલ સેન્ટર બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષમાં જીઓ વર્લ્ડ સેન્ટરની અંદર શરૂ કરાયું છે અને તે નીતા અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. આનો હેતુ ભારતીય કલાનું રક્ષણ અને પ્રોત્સાહનનો છે. આના ઉદઘાટનમાં સલમાન ખાન, કરણ જોહર, શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય, કરીના કપૂર, કિયારા અડવાણી, પ્રિયંકા ચોપરા, નીક જોનાસ, ટોમ હોલેન્ડ સહિત બોલીવુડ અને હોલીવુડની અનેક હસ્તિઓ હાજર હતી.

Most Popular

To Top