Business

એમેઝોનનું નવું સાહસ : એરોપ્લેન પહોંચાડશે સામાન , ભારતમાં શરુ થશે સર્વિસ, જાણો શું છે ખાસ

નવી દિલ્હી : વિશ્વ ભરમાં એમેઝોન (Amazon) ખુબ જ લોકપ્રિય કંપનીઓ પૈકીની એક છે. હવે આ જાણીતી ફર્મ નવું સાહસ ખેડી રહી છે. જેનાથી તેના માનવંતા ગ્રાહકોને વધુ બહેતર અને ખાસ સેવાઓ પુરી પાડી શકે. આ કંપની હવે અમેઝોન એરલાઇન્સ (Airlines) સેવાઓમાં ડગ ભરીને વધુ સારી સેવાઓ ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે જે વિશ્વ માટે એક મોટા સમાચાર કહી શકાય. આ સેવાને (Service) કારણે હવેથી બાયર્સને ઝડપી સુવિધા મળી શકશે તેવું કંપની જણાવી રહી છે. આ સેવા શરુ કરવાનો મુખ્ય હેતુ યૂઝર્સોને અત્યંત ઝડપી સુવિધાઓ પહોંચાડવાનો રહેશે.

  • હવે અમેઝોન એરલાઇન્સ સેવાઓમાં ડગ ભરી રહ્યું છે
  • એમેઝોન ભારતના વિવિધ મહાનગરોમાં સેવાઓ પહોંચાડશે
  • આ સેવા શરુ કરવાનો મુખ્ય હેતુ યૂઝર્સોને અત્યંત ઝડપી સુવિધાઓ પહોંચાડવાનો રહેશે

એમેઝોન ભારતના વિવિધ મહાનગરોમાં સેવાઓ પહોંચાડશે
ઍમૅઝૉન આ એરલાઇન્સ સેવાઓને ક્વિકજેટ સાથે પાર્ટનરશિપ ઈ કોમર્સ સાઈટ બોઇગ 737-800 વિમાનનો કુલ કાર્ગોનો વપરાશ કરવા માંગે છે.કંપની આ સેવાઓ મારફતેત મુંબઈ,બેંગ્લુરુ,હૈદરાબાદ અને દિલ્હી જેવા મહાનગરોમાં ડીલેવરીની ફેસેલિટીઓ પહોંચાડવાનો દાવો કરી રહી છે. આ માટે એમેઝોને બેંગલુરુ ખાતે કાર્ગો એરલાઈન ક્વિકજેટ સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી સાથે એમેઝોન સમર્પિત એર નેટવર્ક ડિલિવરી પ્રદાન કરવા માટે થર્ડ પાર્ટી કેરિયર સાથે ભાગીદારી કરનાર પ્રથમ ઈ-કોમર્સ કંપની બની છે. કંપનીએ કહ્યું કે આ લોન્ચ સમગ્ર દેશમાં 1.1 મિલિયન સેલર્સને સપોર્ટ કરશે.

6 વર્ષ પહેલા અમેરિકાથી આવી હતી સર્વિસ
એમેઝોન એર લોન્ચના અવસર પર કંપનીએ એમ પણ કહ્યું કે તે સતત ઝડપભેર રોકાણ કરવામાં સક્ષમતા દાખવી રહી છે. આ કંપનીની ડિલિવરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરીને હવે તેની ડિલિવરી નેટવર્કને મજબૂત કરવા માંગે છે. કંપનીએ વધુમાં જણાવ્યું કે આ સાથે માલની ડિલિવરી ઝડપથી થશે.

એરલાઇન્સ સેવાઓ કંપનીની અલગ સેવા છે
ઉલ્લેખનીય છે કે અમેઝોન એર લગભગ 6 વર્ષ પહેલા અમેરિકામાં લોન્ચ કરવામાં આવી હતી. તેને વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવી હતી. તે સમયે તેને ત્રણ ડઝન બોઇંગ પ્લેન સાથે રજૂ કરવામાં આવ્યું હતું. આ પછી બ્રિટનમાં પણ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતમાં એમેઝોનના એર કાર્ગો પ્લેનને પ્રાઇમ એર કહેવામાં આવે છે. આ કંપનીની અલગ સેવા છે. તેની સાથે ડ્રોન દ્વારા ડિલિવરી થાય છે. આ લોન્ચ એવા અવસર પર આવ્યું છે જ્યારે એમેઝોને તાજેતરમાં તેના ત્રણ બિઝનેસ બંધ કર્યા છે.

Most Popular

To Top