Gujarat

IIM અમદાવાદ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે પંકજ પટેલની વરણી

અમદાવાદ: ગુજરાત માટે વધુ એક ગૌરવ લેવા જેવા સમાચાર છે. અમદાવાદની (Ahmedabad) IIMના નવા ચેરમેન (Chairman) તરીકે પંકજ પટેલની (Pamkaj Patel) વરણી કરાઈ છે. હાલ ઝાયડસનાં ચેરમેન તરીકે ફરજ બજાવતા પંકજ પટેલે IIMના 14મા ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યો છે. પંકજ પટેલની IIM અમદાવાદ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. તાજેતરમાં જ કુમાર મંગલમ બિરલાનો 4 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઇ ગયો હોવાની સાથે જ પંકજ પટેલને ચેરપર્સન બનાવવામાં આવ્યા છે. પંકજ પટેલ છેલ્લા 8 વર્ષથી IIM અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય છે અને સાથે-સાથે ઝાયડસ લાઈફસાયન્સના ચેરમેન પણ છે. 1961માં સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી તેઓ આઈઆઈએમએના 14મા અધ્યક્ષ છે.

કોણ છે પંકજ પટેલ?
પંકજ પટેલ એક અબજોપતિ બિઝનેસ મેન છે અને ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્મા સિટિકલ કંપની કેડિલા હેલ્થકેરનાં ચેરમેન છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર્સ ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યા બાદ પિતાજી રમણભાઈ પટેલની સ્થાપેલી કંપની કેડિલા હેલ્થકેર જોઈન કરી લીધી હતી.તેમની આ નવી વરણી થતાની સાથે જ અનેક શુભચિંતકો તરફથી તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

IIMને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાની તૈયારી
ભારતની ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ IIM ઈન્ટરનેશનલ લેવલ પર જવાની તૈયારીમાં છે. આ સફરમાં પહેલુ પગલુ IIMનુ કેમ્પસ વિદેશમાં ખોલવાનુ છે. આ વિશે IIM Kozhikodeના ડાયરેક્ટર પ્રોફેસર દેબાશીષ ચેટર્જીએ જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે સંસ્થા આઈઆઈએમના બ્રાન્ડને ગ્લોબલ બનાવવાનુ પ્લાનિંગ કરી રહી છે. આ માટે પહેલી જગ્યા પણ પસંદ કરી લેવાઈ છે. તે જગ્યા છે દુબઈ. જો સમગ્ર વાતચીત સફળ રહી તો દુબઈમાં IIM કોઝીકોડનુ પહેલુ કેમ્પસ ખોલવામાં આવશે.

IIM કેમ્પસ માટે દુબઈ જ કેમ?
IIM કોઝીકોડના ડાયરેક્ટર પ્રો. દેબાશિસ ચેટર્જીએ કહ્યુ, અમે દુબઈને એક એવી જગ્યાની જેમ જોઈએ છે જે પ્રયોગો અને બિઝનેસના ઈનોવેશન્સ માટે યોગ્ય છે. જો અહીં પોતાનુ કેમ્પસ હશે તો અમારી ફેકલ્ટી ત્યાં જઈને ગ્લોબલ એક્સપોઝર પ્રાપ્ત કરી શકશે. એક કારણ એ પણ છે કે દુબઈ દરેક રીતે એક કોસ્મોપોલિટન જગ્યા છે. IIMએ ગ્લોબલ બનાવવાની વાત પર પ્રોફેસર ચેટર્જીએ આગળ કહ્યુ કે અમે માનીએ છીએ કે કોઈ પણ રીતે ઈનોવેશન માટે પહેલી બાબત હોય છે વિવિધતા એટલે ડાયવર્સિટી.  

Most Popular

To Top