National

લગ્નના થોડા જ સમય પછી પત્નીએ બીજા સાથે ભાગી જતાં શખ્સે 16 મહિલાઓની કરી હત્યા

હૈદરાબાદ: વિશ્વસનીય માહિતીના આધારે, રચકોંડા અને મીકર કમિશનર ટાસ્ક ફોર્સ (TASK FORCE) નોર્થ ઝોનની ટીમના પોલીસ અધિકારીઓએ મંગળવારે મોસ્ટ વોન્ટેડ સિરિયલ કિલર મૈના રામુલુને પકડી પકડ્યો છે. જેમાં પોલીસે હત્યા (MURDER)ના બે કેસ શોધી કાઢયા છે. જે પૈકી એક મુલુગુ પોલીસ મથકમાં અને બીજો ઘાટકેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. રામુલુની અગાઉ 21 કેસોમાં ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 16 હત્યાના કેસ હતા. તેમાંથી ચાર સંપત્તિ (PROPERTY)થી જોડાયેલા કેસ હતા. અને એક પોલીસ પક્ષમાંથી નાસી છૂટવાનો કેસ હતો. જેમાં તેને આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં તેલંગણા હાઈકોર્ટમાં અપીલ બાદ તેને રિહા કરવામાં આવ્યો હતો.

હૈદરાબાદ સિટી પોલીસ (HYDERABAD CITY POLICE) કમિશનર અંજની કુમારે જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરી, 2021 ના ​​રોજ, હૈદરાબાદમાં રહેતી ફરિયાદી કવલા અનાથૈયા જ્યુબિલી હિલ્સ પોલીસ પાસે આવ્યા અને 30 ડિસેમ્બરથી પત્ની કવલા વેંકટમ્મા (50) ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફોર્સે (નોર્થ ઝોન) ગુમ થયેલી મહિલાને શોધવાનું કામ શરૂ કર્યું. બાદમાં 4 જાન્યુઆરી, 2021 ના ​​રોજ, મહિલાનો મૃતદેહ ઘાટકેસર પોલીસ રેન્જમાં આવેલા અંકુશપુર ગામ પાસે રેલ્વે ટ્રેક નજીકથી મળી આવ્યો.

તેણે કહ્યું, “આરોપી રામુલુનો જન્મ તેલંગાણાના સાંદી રેડ્ડી જિલ્લાના અરતુલા ગામમાં થયો હતો. જ્યારે તે 21 વર્ષનો હતો, ત્યારે તેના માતાપિતાએ તેના લગ્ન (MARRIAGE) કરી લીધા હતા, પરંતુ તે પછી તરત જ તેની પત્નીએ બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા હતા. અને તેણી અન્ય સાથે રહેવા લાગી હતી. તેમણે કહ્યું હતું કે રામુલુએ મહિલા સામે ગુસ્સો ઠાલવવા માટે મહિલાઓની હત્યાની શ્રેણીબદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. 2003 થી તેણે 16 હત્યા કરી છે. આરોપી સંપત્તિ ચોરીના કેસમાં પણ સામેલ છે. ‘ 

એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ રંગા રેડ્ડીએ 21 ફેબ્રુઆરી, 2011 ના રોજ આરોપી રામુલુને આજીવન કેદની સજા સંભળાવી હતી. અંજની કુમારે વધુમાં જણાવ્યું હતું કે, સેન્ટ્રલ જેલ ચેર્લપલીમાં આજીવન કેદ (Life imprisonment) દરમિયાન 1 ડિસેમ્બર, 2011 ના રોજ તેને માનસિક હોસ્પિટલ, ઇરાગડ્ડામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. તે પાંચ અન્ય કેદીઓ સાથે ડિસેમ્બરની રાત્રે હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રામુલુએ હોસ્પિટલમાંથી છટકી ગયા પછી વધુ પાંચ ખૂનનું કૃત્ય આચર્યું હતું. બોવેનપૈલી પોલીસે પાંચ કેસોમાં 13 મે 2013 ના રોજ તેની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ તેણે તેલંગણા હાઈકોર્ટ (HIGH COURT)માં અપીલ કરી હતી. અને ચુકાદાને આધારે 3 ઓક્ટોબર, 2018 ના રોજ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

અંજની કુમારે વધુમાં કહ્યું કે, તે હજી પોતાનું વલણ બદલી શક્યો ન હતો અને ફરીથી તેણે બે ખૂન કર્યા હતા. તેને ફરીથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. 10 ડિસેમ્બર 2020 ના રોજ આરોપી બાલા નગર (સાયબરાબાદ) માં એક કમ્પાઉન્ડમાં ગયો હતો. અહીં તેણે 35 થી 45 વર્ષની વયની એક અજાણી સ્ત્રીને ફસાવી. તેણે તેની સાથે દારૂ લેવાની ખાતરી આપી. સેક્સ (SEX) માટે વધુ પૈસા ચૂકવવાની ઓફર પણ કરી હતી. તે તેને સિદ્દિપેટના મુડગુપ પોલીસ સ્ટેશનના ગામ જપ્તા સિંગાયાપલ્લીની સીમમાં એક નિર્જન વિસ્તારમાં લઈ ગયો. બંનેએ દારૂ પીધો હતો. આ પછી આરોપીએ સાડીથી તેનું ગળું દબાવ્યું હતું અને તેની નિર્દયતાથી હત્યા કરી હતી. 30 ડિસેમ્બર, 2020 ના રોજ, તેણે જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશનની સીમમાં યુસુફગુડા ખાતે કવાલા વેંકટમ્મા (50) નામની બીજી મહિલાને ફસાવી. સાથે મળીને દારૂ પીધા પછી તેણે બોલ્ડરથી તેની પણ નિર્દયતાથી હત્યા કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top