Surat Main

વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજારનાર ઉમરા પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે- ABVP

સુરત: (Surat) વીર નર્મદ દ.ગુ.યુનિ. (University) હોસ્ટેલના ગરબા (Garba) મહોત્સવ દરમિયાન પોલીસ (Police) અને છાત્રો સાથે થયેલા ઝઘડાના બીજા દિવસે ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. સવારે એક કલાક શિક્ષણ કાર્ય ખોરવી દઇ એબીવીપીના (ABVP) કાર્યકતાર્ઓએ પોલીસ વિરોધ નારાબાજી કરી અત્યાચાર ગુજારનારા પોલીસ કર્મિઓને ઘરે બેસાડવા માંગણી કરી હતી.

વીર નર્મદ દ.ગુ.યુનિ.માં સોમવારે રાતે ગરબા વખતે પોલીસ અને એબીવીપીના કાર્યકતાર્ઓ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ સવારથી યુનિ.કેમ્પસમાં ધગધગતા લાવા જેવી સ્થિતિ હતી. પોલીસે એબીવીપીના કાર્યકતાઓ સહિત છાત્રોને દોડાવી દોડાવી હેવાનિયત આચરતા ભારે રોષ ફેલાઇ ઉઠયો હતો. એબીવીપીના કાર્યકતાઓએ સવારે યુનિ.ગેટ બહાર દેખાવો કરી ચકકાજામ કરી બસો અટકાવી દીધી હતી. આ ઉપરાંત યુનિ.કેમ્પસમાં પોલીસ વિરોધી સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. એબીવીપીના કાર્યકર્તાઓએ યુનિ.કેમ્પસમાં સવારે એક કલાક રામધૂન ધરણા અને નારાબાજી કરતા એક કલાક શિક્ષણકાર્ય ખોરવી નાંખ્યુ હતુ. એબીવીપીના નેતાઓએ કલેકટર કચેરી બહાર પણ દેખાવો કયા હતા. અને જુલ્મી ઉમરા પોલીસ સામે પગલા ભરવા માંગણી કરી હતી. એબીવીપીના કાર્યકર્તાઓએ ઉમરા પોલીસ મથકે પણ ઘેરો ઘાલ્યો હતો.

પોલીસે યુનિ.ઓથોરિટીને જાણ કરવી જોઇતી હતી: કુલપતિ ડો.કે.એન.ચાવડા
વીર નર્મદ યુનિ. કેમ્પસમાં પોલીસના જુલ્મ બાદ આજે સવારથી યુનિ.કેમ્પસ લાલચોળ થઇ ગયુ હતુ. પોલીસે છાત્રો સાથે રીઢા ગુનેગારો જેવો વહેવાર કરતા ચોતરફથી પોલીસ ઉપર ફિટકાર વરસાવવામાં આવી હતી. મિડીયા સાથે વાતચીત કરતા યુનિ.કુલપતિ ડો.ચાવડાએ કહયુ હતુ કે પોલીસે કેમ્પસમાં ચાલતી પ્રવૃતિ અંગે પહેલા યુનિ.ને જાણ કરવાની હતી. યુનિ.માં કુલપતિ સહિત કુલસચિવ અને હોસ્ટેલ વોર્ડન સુધ્ધાં હોય છે. યુનિ.માં જવાબદાર લોકો હતા. વળી યુનિ.એ પોતિકા કેમ્પસના છાત્રો અને સ્ટાફ માટે ગરબા માટે હા પાડી હતી. યુનિ.એ પરવાગની આપી હતી. તેમને ઘટના સ્થળના સીસીટીવી જોયા બાદ વધુ કંઇ કહેવા જણાવ્યુ હતુ.

  • એબવીપીની માંગણી
  • અપરાધીઓની જેમ છાત્રો ઉપર અત્યાચાર ગુજારનાર ઉમરા પોલીસ સ્ટેશનના પી.આઇ. કિરણ મોદી સહિત પીએસઆઇ બીપીન પરમાર તેમજ ડી સ્ટાફ કોન્સ્ટેબલ ઇશુ ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવે
  • કેમ્પસમાં ગુંડાગીરી કરી વિધાથીઓ સાથે છેડછાડ મારપીટ તેમજ અપશબ્દો બોલી દુગાર્માતાની પ્રતિમાનું અપમાન કરનારા સામે અપરાધિક કલમો લગાડી પગલા ભરો
  • પોલીસની આ હરકત બદલ સીપી માફી માંગે
  • જો 24 કલાકમાં આ માગંણીઓ નહિં ઉકેલાશે તો રાજયભરમાં પોલીસનો ઘેરાવ કરાશે

Most Popular

To Top