Vadodara

ફતેપુરા ચાર રસ્તા પાસેથી પોલીસે દારૂ સાથે બેની અટકાયત કરી

વડોદરા: શહેરની સીટી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ફતેપુરા ચાર રસ્તા પાસેથી ઓટો રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર બેને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂના  રૂ. 20,400ની કિંમતના 240 નંગ ક્વાર્ટરનો જથ્થો પકડી પડ્યો હતો. પોલીસે વિદેશી દારૂના 240 નંગ ક્વાર્ટર અને રીક્ષા મળી કુલ રૂ. 85,400ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન ફરતા ફરતા ફતેપુરા ચાર રસ્તા પાસે આવતા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, બે શખ્સો એક ઓટો રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો રાખી  ફતેપુરા ચાર રસ્તાથી ભૂતડીઝાંપા બસ સ્ટેન્ડ વાળા રોડ પરથી થોડીવારમાં પસાર થવાના છે. 

જેથી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ફતેપુરા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી.  ફતેપુરા ચાર રસ્તા તરફ ઉપરોક્ત વર્ણન વાળી એક શંકાશ્પદ ઓટો રીક્ષા આવતી જોવા મળી હતી. જેથી પોલીસે તેને રોકી કોર્ડન કઈ તપાસ કરતા બેઠક સીટની પાછળના ભાગેથી બોક્સ રાખેલા જોવા મળ્યા હતા. તે બોક્સની તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના  રૂ. 20,400ની કિંમતના 240 નંગ ક્વાર્ટર મળી આવ્યા હતા. જેથી પોલીસે વિદેશી દારૂના 240 નંગ ક્વાર્ટર અને રીક્ષા મળી કુલ રૂ. 85,400ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી બંનેની  પુછપરછ હાથ ધરી હતી. પુછપરછ દરમિયાન બંનેએ  પોતાનું નામ પ્રશાંત ઉર્જ ઢબુ ભાસ્કરભાઈ શેટ્ટી અને દિનેશ ગુલસિંગ રાઠવા  જણાવ્યું હતું. જેથી પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો છે અને કોને આપવા જઇ રહ્યો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top