Gujarat Main

આપ ના ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી પર સોમનાથ મંદિર બહાર હુમલો

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party )ના ગોપાલ ઇટાલિયા (Gopal Italiya) અને ઇસુદાન ગઢવી (Isudan Gadhvi) હાલ ગીર-સોમનાથ (Gir-Sonnath district)ના પ્રવાસે છે. જે અનુસંધાને તેઓએ આજે એટલે કે સોમવારે સોમનાથ દાદાના ( somnath temple) દર્શન કર્યાં હતાં. આ દરમિયાન મંદિર બહાર બંને નેતાઓનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. બંને નેતાઓને ધક્કે પણ ચઢાવવામાં આવ્યા હતા.આ વિરોઘ નહીં પણ ભાજપ પ્રેરિત લોકોએ હુમલો કરેલ હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતાએ લગાવ્‍યો હતો. આ હુમલાના પ્રયાસ અંગે ગોપાલ ઇટાલિયા ફરીયાદ નોંઘાવવા પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા છે. જો કે, બાદમાં બંન્‍ને પક્ષો વચ્‍ચે સમાઘાન થઇ ગયુ હોવાનું પોલીસે જણાવ્યું છે.

આજથી જન સંવેદન યાત્રાની શરૂઆત કરવા માટે સોમનાથ પહોચેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો સોમનાથ મંદિર પરીસરની બહાર બ્રહ્મ સમાજ અને હિન્‍દુ સંગઠનના કાર્યકરોએ ઉગ્ર વિરોઘ કરી હુમલાનો પ્રયાસ કરેલ હતો. આ વિરોઘ પાછળ ગોપાલ ઇટાલિયાનો વાયરલ થયેલ જુનો વીડિયો હોવાનું કહેવાય રહયુ છે. જો કે, આ વિરોઘ નહીં પણ ભાજપ ( bhajap) પ્રેરિત લોકોએ હુમલો કરેલ હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતાએ લગાવ્‍યો હતો. આ હુમલાના પ્રયાસ અંગે ગોપાલ ઇટાલિયા ફરીયાદ નોંઘાવવા પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા છે. જો કે, બાદમાં બંન્‍ને પક્ષો વચ્‍ચે સમાઘાન થઇ ગયુ હોવાનું પોલીસે જણાવ્યું છે.

સોમનાથ ખાતે બનેલી ઘટનાને ગોપાલ ઇટાલિયાએ ભાજપ પ્રેરિત ગણાવી હતી. જે બાદમાં તેઓ પ્રભાસ પાટણ પોલીસ મથક ખાતે ફરિયાદ કરવા માટે દોડી ગયા હતા. આ મામલે તેઓએ નિવેદન આપ્યું હતું કે, વાયરલ વીડિયોથી કોઈ પણ સમાજ કે લોકોની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગું છું. ચૂંટણી આવે છે ત્યારે જ આવું કેમ થાય છે તે સમજાતું નથી.

આ મામલે ગીર-સોમનાથ જિલ્લાના બ્રહ્મ સમાજના કાર્યકારી પ્રમુખ મિલન જોશીએ જણાવ્યું હતું કે, “આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા દર્શન માટે આવ્યા હતા. એમની સનાતન ધર્મ વિરુદ્ધની માનસિકતાને પડકારવા માટે અમે તેમનો વિરોધ કરવા માટે મંદિર પાસે ધરણા કર્યાં હતાં. અમારા 20-25 લોકોના ગુસ્સા અને ઉત્સાહને જોઈને ગોપાલ ઇટાલિયા નામનો શખ્સ ઊભી પૂછડીએ ભાગી ગયો છે. તેમની સાથે રહેલા ઇસુદાન પણ અમારા એક પણ પ્રશ્નનો જવાબ આપ્યા વગર ઊભી પૂછડીએ ભાગી ગયા છે.”

Most Popular

To Top