SURAT

દમણથી પરત આવતા સુરતની કોલેજના યુવકોની કારને ટ્રકે ટક્કર મારી

સુરત: રવિવારે દમણમાં (Daman) ફરીને સુરત (Surat) પરત આવતા સુરતની કોલેજના યુવકોની (College Student) કારને ગંભીર અકસ્માત (Car Accident) નડ્યો છે. યુવકોની કાર ઈચ્છાપોર બ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રક ચાલકે ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં કારમાં બેઠેલા 5 યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી. દમણથી પરત ફરી રહેલા ઇચ્છાપોરના કોલેજીયન સહિતના મિત્રોની કારને ઇચ્છાપોર બ્રિજ ઉતરતી વેળા એક ટ્રક ચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 5 મિત્રોને ગંભીર ઈજા પહોંચી હતી. ઇચ્છાપોર પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

  • દમણ ફરીને સુરત આવી રહેલા કોલેજના મિત્રોની કારને ઇચ્છાપોર બ્રિજ પાસે અકસ્માત નડ્યો
  • અકસ્માતમાં પાંચ યુવાનો ઘાયલ, પૂરપાટ ઝડપે દોડતી ટ્રકે મોટરકારને ટક્કર મારતા અકસ્માત
  • ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક ઘટના સ્થળે છોડી ત્યાંથી ફરાર થઈ ગયો
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
  • ઇચ્છાપોર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

ઈચ્છાપોર એક નથ્થુ મોહલ્લામાં હર્ષ કમલેશ પટેલ પરિવાર સાથે રહે છે. કોલેજીયન વિદ્યાર્થી હર્ષ રવિવારે મિત્રો સાથે ફોરવ્હીલ કારમાં દમણ ખાતે ફરવા ગયો હતો. દરમિયાન રવિવારે બપોરે આ તમામ મિત્રો દમણથી પરત સુરત આવી રહ્યા હતા. ત્યારે સાંજે 4.45 વાગ્યાના અરસામાં ઈચ્છાપોર બ્રિજ ઉપર તેમની કાર પસાર થઈ રહી હતી. ત્યારે ફૂલ સ્પીડ હંકારી લાવેલા ટ્રકના ચાલકે હર્ષની કારને ટક્કર મારી હતી. જેમાં કારમાં સવાર તેના મિત્રો નીરજ મહેશ પટેલ, પિંકલ હર્ષદ પટેલ, ધવલ રમણ પટેલ અને શ્રીકાંત અશોક પટેલ અને હર્ષને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક ઘટના સ્થળે છોડી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે હર્ષે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

વરાછામાં વેપારીના ખિસ્સામાંથી 80 હજારના મોબાઈલની ચીલઝડપ
સુરત: કાપોદ્રા તાપી બ્રહ્મચર્ય સ્કુલની સામેના બ્રિજ ઉપરથી મોટા વરાછાના ટેક્સટાઇલ ના વેપારીના શર્ટના ખિસ્સામાંથી અજાણ્યા મોબાઇલ સ્નેચરો રૂપિયા 80,000 ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન ખેંચી ગયા. હતા. મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મંડા ગામના વતની અને હાલ મોટા વરાછા મહાદેવ ચોક શિવ પાર્ક સોસાયટીમાં રહેતા આકાશ પ્રવીણ પાંચાણી ટેક્સટાઇલના વેપાર સાથે સંકળાયેલા છે. આકાશભાઈના પિતા પ્રવીણભાઈ રૂપિયા 80 હજારની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઇલ યુઝ કરતા હતા પ્રવીણભાઈને મોબાઈલ ફોન શર્ટના ઉપરના ખિસ્સામાં રાખવાની આદત હતી. જોકે મોબાઈલ ફોન શર્ટના ઉપરના કિસ્સામાં રાખવાની આદત તેમને ભારે પડી હોવાનું જાણવા મળે છે. શનિવારે સાંજે પ્રવીણભાઈ કાપોદ્રા તાપી બ્રહ્મચર્ય સ્કુલની સામેના બ્રિજ ઉપરથી પોતાની બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા. પ્રવીણ ભાઈનો મોબાઈલ ફોન ઉપરના ખિસ્સામાં હતો. જેથી મોબાઈલ સ્નેચરો તેમની પાછળ પડી ગયા હતા અને બ્રિજ ઉપર જતા જોઈ પ્રવીણભાઈ ના ખિસ્સામાંથી રૂ. 80 હજા૨નો મોબાઈલ ફોન ખેંચી ભાગી છૂટયા હતા. આ અંગે પ્રવીણભાઈના દીકરા આકાશે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top