Gujarat

રાજકોટની બસને ઉત્તરપ્રદેશમાં અકસ્માત નડતા 4નાં મોત, 10 ઘાયલ

રાજકોટ: ગાઢ ધુમ્મસ અને ડ્રાઈવરની ભૂલ સતત આફત બનીને લોકોના જીવ લઈ રહી છે. ત્યારે ઉન્નાવ (Unnao) માં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે (Agra-Lucknow Expressway) પર બસ (Bus) ડ્રાઈવરે પાછળથી ડીસીએમ વાહનને ટક્કર મારી (Accident) હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 4 લોકોના મોત થયા હતા, જ્યારે 10 લોકો ઘાયલ થયા હતા. રાજકોટથી નેપાળ જવા નીકળેલી પ્રવાસીઓ સાથેની બસને બોર્ડર નજીક ભયંકર અકસ્માત નડ્યો હતો. રાજકોટથી નેપાળી નાગરિકોને લઇને આ બસ નીકળી હતી. મોતને ભેટનારા મોટા ભાગના નેપાળના જ નાગરિક હોવાનું બહાર આવ્યું છે.

નેપાળના નાગરિકો વતન લઇ જતી હતી બસ
ઉત્તરપ્રદેશના લખનૌથી 40 કિલોમીટર દુર આજે વહેલી સવારે સર્જાયેલા આ ભયાનક અકસ્માતની પ્રાથમિક વિગતો પ્રમાણે રાજકોટના રૈયા રોડ પર ટ્રાવેલ એજન્સી ચલાવતા સંચાલક દ્વારા નેપાળના નાગરિકો માટેની ખાસ બસ શનિવારે રવાના કરવામાં આવી હતી. રાજકોટમાં રહીને કામ કરતા નેપાળી નાગરિકો વખતોવખત વતન જતા હોય છે અને આ ટ્રાવેલ સંચાલક દ્વારા ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ટ્રાવેલ્સ સંચાલકે રાજસ્થાનની બસ ભાડે કરીને શનિવારે રાજકોટથી ઉપાડી હતી. આ બસ લખનૌથી 40 કિલોમીટર દુર હતી ત્યારે ગાઢ ધુમ્મસના માહોલમાં સામે આવતા વાહન સાથે ભયાનક ટકકર થઇ હતી અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત નિપજયા હતા. તમામ લોકો નેપાળનાં જ નાગરિક હોવાનું બહાર આવ્યું છે. રાજકોટના નેપાળી આગેવાને જણાવ્યું હતું કે મૃત્યુઆંક વિશે ચોકકસ માહિતી નથી પબસના બંને ડ્રાઇવર ઉપરાંત બસ માલિકનો પણ ભોગ લેવાયો છે જયારે ૩ મૃતકોની ઓળખ મળી છે તેમાં ચંદ્રસૌદ, નિર્મલા બોહરા તથા લલિત સૌદનો સમાવેશ થાય છે. અન્યોની ઓળખ મેળવવા પ્રયતો કરવામાં આવી રહ્યા છે. મૃતકો તમામ ટીકાપુર તથા આસપાસના ગામોના રહેવાસી હતા. અનેક લોકો ઘાયલ પણ થયા છે. આ બનાવની જાણ થતા લખનૌનું વહીવટી તંત્ર ધસી ગયુ હતું અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. મૃતકોની ઓળખ મેળવવાના પણ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

રાજસ્થાનથી આવેલી બસ રાજકોટથી નેપાળ ઉપડી હતી
માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલી બસ રાજસ્થાનની છે અને ટ્રાવેલ્સ એજન્સી પણ રાજસ્થાનની જછે. રાજસ્થાનની આ બસ નેપાળથી મુસાફરોને લઇને રાજકોટ આવી હતી અને રૂા.૯૦ હજા૨ના ભાડામાં રાજકોટથી મુસાફરોને લઇને ફરી નેપાળ જઇ રહી હતી. બસમાં મુસાફરી કરી રહેલા તમામ પ્રવાસીઓ નેપાળના જ હતા.

રાજકોટથી ઉપડેલી બસમાં ૫૩ મુસાફરો સવાર હતા
લખનૌ નજીક રાજકોટથી ઉપડેલી બસને સર્જાયેલા ભયાનક અકસ્માતની વિગતોમાં એવું બહાર આવ્યું છે કે રાજકોટની માધાપર ચોકડીએથી મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા અને તેમાં ૫૩ મુસાફરો હતા. બસ સંચાલક રાજસ્થાનનો છે પરંતુ નેપાળથી મુસાફરોને લઇને બસ રાજકોટ આવી હોવાથી ફરી રાજકોટથી મુસાફરો ભરીને નેપાળ લઇ જવામાં આવી રહ્યા હતા. ટ્રાવેલ સંચાલકની રાજકોટમાં કોઇ ઓફિસ નથી પરંતુ નેપાળી આગેવાન સાથેના સંપર્કના આધારે મુસાફરો એકઠા કરીને તમામને માધાપર ચોકડી નજીકથી બેસાડવામાં આવ્યા હતા.

Most Popular

To Top