Dakshin Gujarat

કોરોના કહેર વચ્ચે ભરૂચમાં ઈદ ઉલ ફિત્રની સાદગીપૂર્ણ ઉજવણી

bharuch : શુક્રવારે કોરોના ( corona) કહેર વચ્ચે ભરૂચ મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઇદ ( ramzan eid ) ના પર્વની ઉજવણી કરાઈ હતી. કોવિડ અંગેની સરકારની માર્ગદર્શિકાનું ( covid guideline) પાલન કરવા સાથે મસ્જિદમાં ચાર લોકોએ ભેગા થઇ ઇદની નમાઝ (namaz) અદા કરી હતી. તો ઘણા મુસ્લિમ ભાઈઓએ ઘરમાં જ રહી અલ્લાહની બંદગી ગુજારી હતી.

હાલ કોરોના વાયરસ ( corona virus) નો કાળો કહેર વર્તી રહ્યો છે. જેની અસર તહેવારો અને ઉત્સવ પર પણ જોવા મળી રહી છે. શુક્રવારના રોજ મુસ્લિમોનો તહેવાર ઇદુલ ફિત્ર એટલે કે રમઝાન ઈદ હોવાથી ભરૂચમાં વસતા મુસ્લિમ સમાજના લોકોએ સાદાઇથી ઇદના પર્વની ઉજવણી કરી હતી. આમ તો ઇદની નમાઝ દર વર્ષે ઇદગાહ મેદાન પર અદા કરવામાં આવે છે. જો કે, આ વર્ષે કોરોનાના સંક્રમણના પગલે ઇદગાહ પર ઇદની નમાઝ મોકૂફ રાખવામાં આવી હતી. ૩૦ દિવસ રોઝા રાખી અલ્લાહની ઈબાદત કર્યા બાદ ઘણી મસ્જિદોમાં માત્ર ચાર લોકોએ ભેગા થઇ નમાઝ અદા કરી હતી. તો મોટા ભાગના લોકોએ તેમના ઘરે ઇદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી. લોકોએ એક મેકને ઇદના પર્વની શુભકામના પણ પાઠવી હતી અને કોરોનાનું સંક્રમણ સમગ્ર વિશ્વમાંથી દૂર થાય એવી ગુજારીશ કરી હતી

હાલમાં દેશમાં કોરોનાની મહામારીના કારણે માંડવીમાં મુસ્લિમ સમાજે સાદગીપૂર્ણ માહોલમાં રમઝાન માસની ઘરમાં જ નમાઝ પડી ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ મિત્રોએ પણ મુસ્લિમ બિરાદરોને ઇદની શુભેચ્છા પાઠવી હતી. ઈદની નમાઝ બાદ તમામ મુસ્લિમ બિરાદરોએ ભારતમાંથી કોરોનાની મહામારી ખતમ થાય અને દેશમાં શાંતિ, અમન, ભાઈચારો કાયમ રહે તેવી દુઆઓ સામૂહિક રીતે કરવામાં આવી હતી એમ માંડવીના મુસ્લિમ સમાજના અગ્રણીઓએ હાજી મૌલાના રુસ્તમ અશરફીએ આ વર્ષની ઈદ અનોખી રાષ્ટ્રભાવના દેશદાઝ સાથે ઉજવાઈ હતી એમ જણાવ્યું હતું.

Most Popular

To Top