SURAT

સુરતના છાપરાભાઠામાં ચોંકાવનારી ઘટના, ઉંઘમાંથી જાગી 7 વર્ષનો બાળક રમવા ગયો પછી..

સુરત : સુરતના અમરોલી વિસ્તારમાં વિચિત્ર ઘટના બની છે. અહીંના છાપરાભાઠા વિસ્તારમાં આવેલા રિલાયન્સ નગરમાં રહેતો એક 7 વર્ષનો બાળક ભેદી રીતે ગુમ થયો છે. બાળક ઉંઘમાંથી જાગીને નજીકના ગાર્ડનમાં રમવા ગયો હતો ત્યાર બાદ તે પાછો આવ્યો જ નહીં. પરિવારે ભારે શોધખોળ કર્યા બાદ પણ તે નહીં મળતા પોલીસ ફરિયાદ કરી છે.

સાત વર્ષનો બાળક બપોરના સમયે નીંદરમાંથી ઉઠીને રમવા ગયા બાદ પરત નહી આવતા આ મામલે પોલીસ ચોપડે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમા આરતીબેન અજયભાઇ દાહકરે ઉ. વર્ષ 26, રહેવાસી રીલાયન્સ નગર , ગુજરાત હાઉસીંગ બોર્ડ , છાપરાભાઠા દ્વારા અમરોલી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં તા. 27 માર્ચના રોજ પોતે જયારે બપોરે નીંદરમાં હતા ત્યારે તેમનો દીકરો નંદુ ઉંમર વર્ષ 7 બાજુમાં આવેલા એમએમસી ગાર્ડનમાં રમવા માટે ગયો હતો.

લોકોએ તેને તે સ્થળે જોયો હતો પરંતુ નંદુ ઉર્ફે લાખો સ્થળ પર નહી જોવા મળતા કોસાડ આવાસમાં તેની ઇન્કવાયરી કરી હતી. આ ઇન્કવાયરી કરવામાં આવ્યા બાદ કોસાડ આવાસ ખાતે શોધખોળ કરી હતી. અહી પણ નંદુ જોવા મળ્યો ન હતો. દરમિયાન ચોવીસ કલાક સુધી કોઇ અતોપતો નહી મળતા અમરોલી પોલીસ દ્વારા કિડનેપની ફરિયાદ દાખલ કરવામા આવી હતી.

Most Popular

To Top