Charchapatra

એક નન્નો, સો દુ:ખને હણે

16મી મેના ‘ગુજરાતમિત્ર’ના ‘અક્ષરની આરાધના’ વિભાગ અંતર્ગત એક સમજવા જેવી પ્રેરણાદાયી પુસ્તકની માહિતી પ્રદાન થઇ. ‘ના પાડતા શીખો’. સંપૂર્ણ સાચી વિચારધારા રજૂ કરતું આ પુસ્તક સાચું માર્ગદર્શન આપી શકશે. ઘણીવાર આપણે શરમ, સંકોચ કે વધુ પડતા આત્મવિશ્વાસથી કોઇને ‘ના’ નથી કહી શકતા! કયારેક સ્વયંનો અહમ્‌ પોષવા કે અન્ય વ્યકિતઓ પર ‘વટ પાડી દેવા’ પણ અમુક જવાબદારી કે પદ સ્વીકારતી વ્યકિઅતો આપણા સમાજમાં છે! ‘મારી બહુ ઓળખાણ છે’ મારું નામ દેજો, તમારું કામ થઇ જશે’, મારી લાગવગથી નોકરી મળી જશે એવી અનેક ડંફાસો ઘણી વ્યકિતઓ વ્યકત કરતી હોય છે! વાસ્તવમાં ડંફાસ મારનાર વ્યકિતથી કોઇ કાર્ય થતું હોતું નથી! ગુજરાતીમાં એક સરસ કહેવત છે, ‘એક નન્નો સો દુ:ખને હણે’. એકવાર સ્પષ્ટવકતા બની ના કહેવાથી ઘણી સમસ્યા ઉપસ્થિત થતી નથી. પણ હા કહ્યા પછી એ જવાબદારી કે કાર્ય ન કરી શકાતું હોય તો હાસ્યાસ્પદ સ્થિતિ પણ ઉપસ્થિત થઇ શકે અથવા જેણે આપણા પર વિશ્વાસ મૂકયો હોય એમને માઠું જરૂર લાગી શકે. એમનો વિશ્વાસ ભંગ થયો હોય છે! સમય, સંજોગ અનુસાર ના કહેતા પણ શીખવું જ રહ્યું.
સુરત              – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top