ભારતીય સિનેમા અને મનોરંજન જગતમાં એક મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે. દેશના દિગ્ગજ પ્રોડક્શન હાઉસ ‘યશ રાજ ફિલ્મ્સ’ (YRF) અને ટેકનોલોજી જાયન્ટ ‘ગૂગલ’ એકસાથે આવી રહ્યા છે. ભારતીય ફિલ્મ નિર્માણ અને ક્રિએટિવ સમુદાય માટે 4 ઓગસ્ટના રોજ મુંબઈ સ્થિત YRF સ્ટુડિયો ખાતે એક ખાસ ‘AI ફિલ્મમેકિંગ વર્કશોપ’નું આયોજન કરવામાં આવશે. આ વર્કશોપમાં સિનેમા ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધતા ઉપયોગ અને તેની બદલાતી ભૂમિકા પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવશે.
‘Google Flow’ નું પ્રાયોગિક પ્રશિક્ષણ અને ટેકનોલોજીનો ઉપયોગ
આ ખાસ સત્ર દરમિયાન ક્રિએટિવ અને પ્રોડક્શન ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યાવસાયિકોને ગૂગલના ખાસ AI ક્રિએટિવ સ્ટુડિયો ‘ફ્લો’ (Flow) ની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ તાલીમનો મુખ્ય હેતુ એ છે કે ફિલ્મ નિર્માતાઓ AI ટૂલ્સને માત્ર એક ટેકનોલોજી તરીકે નહીં, પરંતુ વાર્તા કહેવાના (સ્ટોરીટેલિંગ) એક સહયોગી તરીકે પોતાની કામગીરીમાં સામેલ કરે. આનાથી ડિરેક્ટર્સ અને ક્રિએટર્સ પોતાની ક્રિએટિવ પ્રોસેસ પર પૂરો કંટ્રોલ રાખી શકશે.
- ઈન્ટરનેશનલ કૂપિંગ: આ પહેલીવાર બની રહ્યું છે જ્યારે ગૂગલની ‘ફ્લો’ ટીમ કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરના મોટા સ્ટુડિયોના પ્રોડક્શન અને ક્રિએટિવ હેડ સાથે સીધી રીતે જોડાઈ રહી છે.
- નેટવર્કિંગની તક: આ વર્કશોપમાં ગૂગલની મુખ્ય AI એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ ટીમો સાથે ભારતીય ફિલ્મમેકર્સને સીધી વાતચીત અને નેટવર્કિંગ કરવાની તક મળશે.
- ડીપ-ડ્રાઇવ મોડ્યુલ્સ: જે ફિલ્મમેકર્સ પોતાના પ્રોજેક્ટ્સમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માંગે છે, તેમના માટે વધારાના વિશેષ સત્રો પણ ઉપલબ્ધ રહેશે.
YRF ના CEO અને ગૂગલના ડાયરેક્ટરનું મહત્વનું નિવેદન
યશ રાજ ફિલ્મ્સના CEO અક્ષય વિધાનીએ જણાવ્યું હતું કે, “ફિલ્મમેકર્સની દરેક પેઢીને નવા ટૂલ્સ મળે છે અને તેમણે જ નક્કી કરવાનું હોય છે કે ટેકનોલોજી વાર્તાને મદદ કરશે કે વાર્તા પર કબજો કરી લેશે. અમે આ ટેકનોલોજી બનાવનાર ટીમ સાથે પહેલેથી જ અમારી શરતો પર વાત કરવાનો નિર્ણય લીધો છે. અમારો હેતુ એ છે કે સર્જનાત્મકતા હંમેશા માનવીય હાથોમાં રહે અને કેમેરા, કલાકાર તથા સ્ટોરી જ મુખ્ય કેન્દ્રમાં રહે.”
બીજી તરફ, ગૂગલમાં યુઝર એક્સપિરિયન્સ રિસર્ચ, ટેકનોલોજી અને સોસાયટીના ડાયરેક્ટર ડો. આરતી સેતુમાધવને કહ્યું કે, “ભારતમાં ગૂગલ ફ્લોને લઈને અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્કશોપ દ્વારા અમે દેશભરના સર્જકો સુધી પહોંચવા માંગીએ છીએ. ભારતના દિગ્ગજ સ્ટોરીટેલર્સ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કલા અને સિનેમાની સીમાઓને કેવી રીતે નવી ઊંચાઈએ લઈ જાય છે તે જોવા અમે આતુર