હસાવવાના રવાડે ચઢવામાં ‘ગાળ’ ખાવાનો વિષય પકડાઈ તો ગયો છે, હવે ઠાકર કરે એ ઠીક! ચલાવી લેજો યાર! આ તો શેર બજાર જેવું છે, ક્યારેક બધું હેમખેમ પણ ચાલે ને ક્યારેક પછડાટ પણ ખાવી પડે. હસાવવા માટે અમારે પણ સરકસના જોકરની માફક બધા ખેલ કરવા પડે. સાહસમાંથી હવે જે હસાહસ નીકળે તે! ભૂલ એટલી જ કે, અનાયાસ હાસ્યના ચકરડા-ભમરડા તો ઘણા ફેરવ્યા, આજે મને આયાસી હાસ્યમાં હાથ નાંખવાની ચળ ઊપડી. ખ્યાલ તો આવે કે, મામલો કેટલો ઊંડો છે? પણ પામી ગયો બોસ! આયાસી હાસ્ય ઉપજાવવું, એ સામસામે ગલગલિયાં કરવા જેટલું સહેલું નથી. વાંદરો વાંદરીને ગલીપચી કરે તો વાંદરી ચોક્કસ હસે, પણ વાંદરી બીજાની હોવી જોઈએ. પોતાની હોય તો ઝાપટ ખાવાની તૈયારી રાખવી પડે!
આટલી સમજદારી હોવા છતાં, વગર દાંતે વટાણા ચાવવા નીકળ્યો છું. મુદ્દાની વાત એ છે કે, લોકોનાં મહેણાં સાંભળીને ત્રાસી ગયેલો કે, સુરતીઓ ગાળ બહુ બોલે! તો શું બીજા બધા સંસ્કારી બનીને માત્ર રામધૂન જ બોલાવતા હશે? ગાળનો ‘ગ’ પણ નહિ બોલતા હોય? એમને કોણ સમજાવે કે, એ તો અમારો બોલચાલનો લહેકો છે યાર? ગુજરાતીમાં કહેવત છે, કે ‘બાર ગાઉએ બોલી બદલે તરુવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે પણ લખણ નહિ બદલે લાખા!’ લોકબોલી તો અમને વારસામાં મળેલી.
એ તો અમારા લોહીનું હેમોગ્લોબિન છે. માત્ર સુરતીઓના જ નહિ, પ્રાંત પ્રાંતના બોલવાના લહેકા અલગ હોય. અમુકનાં મીઠાં હોય, અમુકનાં ખાટાંમીઠાં હોય, તો અમુકના કડવી વેલ જેવા પણ હોય! પણ મુદ્દાની વાત એ કે, ‘ઘરકી મુરઘી દાલ બરાબર.’ સૌને પોતાની ભાષા ‘વાઈફ’ જેવી લાગે ને બીજાની ભાષામાં ગોળપાપડી દેખાય! એને ચિત્તનો અવૈધ સંબંધ કહેવાય. બાકી વાપીથી તાપીનો પ્રદેશ એટલે હરિયાળો પ્રદેશ, નદી-નાળાંથી ભરેલો પ્રદેશ! પણ નજરમાં એ નહિ આવે, માત્ર ભાષા જ દેખાય! સૌનો સાથ સૌનો વિકાસ જેવું રાખીએ. સૌની સાથે આત્મીયતા કેળવવાનો ધોરીમાર્ગ, એટલે અમારો લહેકો! પડેલી તિરાડ પણ તથાસ્તુના ભાવમાં પલટાઈ જાય. ગાળ બોલવાનો કોઈ ઈરાદો જ ના હોય, પણ જે પ્રગટ થાય એને લોકો ગાળ કહે.
અમુક શબ્દો અનાયાસે જ સરી પડે, એ વિના દિલ બાગ-બાગ જ નહિ થાય. એના કપાળમાં કાંદા ફોડું, મારી ઉંમરનો વર્તારો જોઇને એક દિવસ ચમનિયો મને કહે, ’તમે માત્ર જમાનાના ખાધેલ જ નથી બોસ, ગાળોના ખાધેલ પણ જીવ છો. મારા દાદા કહેતા કે, ‘જે માણસ જેટલી વધારે ગાળ ખાય, એટલી ઉંમર એની વધે. એ વગર તમે આટલી ઉંમરના મુકામ પર આવી જ ના શકો!’ મેં કહ્યું કે, હાસ્યનો હવાલદાર હોવાથી, મોઢામોઢ તો કોઈની ગાળ ખાધી નથી, પછી કહેવાય નહિ, પાછલા બારણે આવીને કોઈ ટકોરા પાડી ગયું હોય! બાકી ડો. કુમાર વિશ્વાસ કહે એમ…
લહર હૈ, હૌંસલા હૈ, રબ હૈ, કિસ્મત હૈ, દુઆએઁ હૈં,
કિનારા કરનેવાલોંસે કિનારા કર લિયા હૈ મૈંને!
આમ પણ, ગાળ ખાવા કે આપવાના મામલે હું મહાન આળસુ છું. ક્યારેક તો મને હસતો જોઇને ગાળ દેનારને પણ દયા આવી જાય કે, સોનાની લગડી જેવી ગાળ, આ ધંતુરા માટે વેડફી ના દેવાય. ગાળો ખાવાની મારી અશક્તિ પણ ખરી. એટલે તો હું રાજકારણના કુંડાળામાં જઈ શકતો નથી. કેટલા ‘વોલ્ટ’ની ગાળ કોને અપાય એનું નોલેજ પણ હોવું જોઈએ ને મામૂ..? જ્યારે જ્યારે અમુકને ‘હાઈ વોલ્ટેજ’વાળી ગાળો ભાંડતાં સાંભળું છું ત્યારે, મને અદેખાઈ પણ આવે કે, આપણે સાલા (ગાળ) ‘ઓમ શાંતિ ઓમ’ના પલાખામાંથી ઊંચા નથી આવતા, અને આ લોકો ક્યાંથી ક્યાં નીકળી ગયા?
આપણે તો નીચી મૂડી રાખીને, અંગુઠાથી જમીન જ ખોતર્યા કરવી પડે! ગાળ આવડતી હોય તો, બોલવાની ફાવટ પણ હોવી જોઈએ ને? ક્રિકેટમાં તો રન લેવા માટે ‘રનર્સ’ પણ આપે, ગાળ સામે ગાળ બોલવા માટે ‘રનર્સ’જેવી સીસ્ટમ જ ક્યાં છે? અમુક તો એવી એવી ગાળોનાં માહિર કે, બે કલાક થાય તો પણ, કોઈ ગાળ રીપીટ નહિ થાય. વળી ગાળોના પ્રકાર પણ કેટલા? કેટલીક ગાળ ‘આયુર્વેદ’જેવી હોય. સવારે ગાળ મળી હોય તો, રાતે પથારીમાં પડ્યા પછી તે સમજાય ! અમુક ‘એલોપથી’ જેવી, મોઢામાંથી નીકળે એટલી જ વાર, સાંભળવાવાળાને તરત ચચરાવી નાંખે.
અમારો ચમનિયો એટલે પાક્કો અમદાવાદી. એક ભાઈ એને ધોધમાર ગાળો આપતો હતો ને ચમનિયો સત્સંગ સાંભળતો હોય એમ સાંભળ્યા કરે. મેં કહ્યું, ‘આ ફટીચર આટલી બધી તને ગાળો આપે છે ને તું ટાઢકવાયો થઈને સાંભળ્યા શું કરે? ગાળ ના આવડતી હોય તો, ગાળના લહેકામા?’ મને કહે, ‘એ આપે છે ને, આપણી પાસેથી લઇ ના જવો જોઈએ!’તારા કપાળમાં કાંદા ફોડું! છેલ્લે ગાળ તો બોલ્યો, પણ સાંભળીને ધનુર ઉપડે એવી.
બિલકુલ શાકાહારી સાત્ત્વિક ને માઈનસ ડીગ્રી જેવ! જેમ કે, તારી ચંપલની પટ્ટી તૂટી જાય-તારાં ઘરે ઇન્કમ ટેક્ષવાળાની રેડ પડે- તારા ઘરની લાઈટ ચાલી જાય-તારી છત્રી કાગડો થઇ જાય-તારા ઘરના નળમાં પાણી નહિ આવે-તારું લગન તૂટી જાય-શ્રાદ્ધના દિવસે તારા ધાબે કાગડાઓ નહિ આવે-તારી વાઈફને દાઢી-મૂછ ફૂટે.-તારી વાઈફને શરદી થાય વગેરે વગેરે! બોલ્લો..આમાં સામાવાળાને ખુન્નસ ચઢે? એક દિવસ ચમનિયાએ મારી સમક્ષ એની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી કે, મારે સંસ્કૃત શીખવું છે. એટલા માટે કે, મર્યા પછી સ્વર્ગમાં ગયા અને ભગવાન સાથે વાર્તાલાપ કરવો હોય તો કામ આવે! મેં કહ્યું કે, ‘ધાર કે તું સ્વર્ગને બદલે નરકમાં ગયો તો?’મને કહે, ‘તો તો કોઈ સવાલ જ નહિ ને? આપણી પાસે સુરતી ભાષાનો સ્ટોક છે જ ને. તારા કપાળમાં કાંદા ફોડું! ચચરી ઊઠે એવી ગાળ બોલવી પણ એક કળા છે બોસ!
લાસ્ટ બોલ
કસ્સમથી કહું કે, મારી શૈલી જેવી તો કોઈની પણ વાઈફ પોતાના ધણીની કાળજી નહિ રાખતી હોય. ચેલેન્જ છે બોસ! યુ ડોન્ટ બીલીવ આટલી મુશળધાર ગરમીમાં એણે મને પાંચ-પાંચ મીનીટે પાણી પીવડાવ્યું છે. મેં એના વખાણ કર્યા કે, ‘તું મારી કેટલી કાળજી રાખે છે? મને ઘડીક પણ તરસ્યો રહેવા દેતી નથી. તારા જેવી સંસ્કારી પત્ની હોય તો જીવવાની મઝા આવે યાર?’
મને કહે તમે તો મારા ‘મની પ્લાન્ટ’ છો. પત્ની તરીકે મારી ફરજ છે કે, મારો ‘મની પ્લાન્ટ’ મુશળધાર ગરમીમાં સુકાવો ના જોઈએ.
તારા કપાળમાં કાંદા ફોડું!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.