Charchapatra

ગીત-સંગીતના મહાસાગરમાં એક ડૂબકી

ગીત સંગીત આપણો સાંસ્કૃતિક વારસો છે. આધુનિક વિજ્ઞાન પણ ગીત-સંગીતને રોગ નિવારક ગણે છે. ગીતસંગીતને ભાષાની કોઈ મર્યાદા નડતી નથી. મહાસાગરના જલતરંગોની કોઈ સીમા-મર્યાદા હોતી નથી, એમ સંગીત સાગરની સૂરાવલિઓ અસીમ છે. જેમને જીવતાં આવડતું નથી. એવા લોકો જ મોટે ભાગે દુખી થતા જોવા મળે છે. જીવનને આનંદમય બનાવવા માટે તેમજ અનેક રોગોથી દૂર રહેવા માટે પણ કર્ણપ્રિય સંગીતને માણીએ. કેટલા બધા ફાયદા છે. ગીત સંગીતના! બ્લડપ્રેસર, હૃદયના ધબકારા, મનની પરમ શાંતિ, જીવનમાં આનંદ ઉલ્લાસ, હકારાત્મક ભાવનાઓ જાગૃત કરીને નકારાત્મક વિચારો દૂર કરે છે, રાગ દ્વેષની ભાવના દૂર કરે છે.

કર્ણપ્રિય સંગીત, સદા તંદુરસ્તી અને મનદુરસ્તી માટેનું ટોનિક જ છે. (હોસ્પિટલમાં?!) સંગીતમાં હતાશા, નિરાશા, ડિપ્રેશનની મફત સેવા મળે છે. મન, સ્વસ્થ અને સ્વચ્છ બની જાય છે. અનેક રોગોની સૂરાવલિ છૂપાયેલી માણીને મન-હૃદય તૃપ્ત કરીએ. ગીત-સંગીતની ચિકિત્સાના દ્વાર ખોલીને આપણા મન, મગજ, હૃદય તેમજ શરીરના રોમેરોમને ભરી દઈએ. જીવનને આનંદમય બનાવવા માટે સંગીતના મહાસાગરમાં ડૂબકી મારવી જ પડે.
સુરત     – રમેશ એમ.મોદી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top