SURAT

સુરતના વરાછા વિસ્તારમાં ધોરણ 7ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

સુરત: સુરત(Surat) શહેરના વરાછા(Varachha) વિસ્તારના એ.કે. રોડ(A.K Road) વિસ્તારમાં રહેતી અને ધોરણ 7માં અભ્યાસ કરતી એક વિધાર્થિની(Student)એ શુક્રવારે પોતાના માતા પિતાની ગેરહાજરીમાં ઘરમાં ફાંસો ખાઈ આપઘાત(Suicide) કરી લેતા સ્થાનીકોમાં ચકચાર મચી જવા પામી છે.

માતા-પિતા નોકરીએ ગયા અને દીકરીએ ફાંસો ખાધો
મળતી માહિતી મુજબ મૂળ નેપાલનો વતની દિપક સોની પરિવાર સાથે વરાછા, એ.કે. રોડ સ્થિત ઉગમ એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહે છે. દિપક સોનીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી જ્યોતિ (ઉ.વ.12) છે. દરમિયાન શુક્રવારે બપોરે બાળકીની ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ થતાં વરાછા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે સ્મીમેરમાં ખસેડ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મૃતક વિદ્યાર્થીની જ્યોતિ સ્થાનિક વિસ્તાર આવેલી સ્કૂલમાં ધોરણ-7માં અભ્યાસ કરતી હતી. શુક્રવારે બપોરે આ ઘટના બની, ત્યારે મૃતકના પિતા અને માતા નોકરીએ ગયા હતા. જ્યારે ઘરમાં ફક્ત બાળકી અને તેનો નાનો ભાઈ જ હતો. હજુ સુધી તેણીના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. આ બનાવ અંગેની વધુ તપાસ એએસઆઈ સતિષભાઈ કરી રહ્યાં છે.

પત્નીની બીમારીને કારણે તણાવમાં રહેતા મહંત શંભુનાથ શર્માનો આપઘાત
સુરત : વેડરોડ પ્રાણનાથ હોસ્પિટલની સામે આવેલા નાની બહુચરાજી મંદિરના મહંતે ગુરૂવારે રાત્રે મંદીરમાં જ આપઘાત કરી લેતા ભક્તોમાં શોક પ્રસરી ગયો હતો. મહંત શંભુનાથે ઝુલાના એંગલ સાથે દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. શંભુનાથની પત્નીને વાલ્વની બિમારી હોય જેને કારણે મહંત શંભુનાથ માનસિક તણાવમાં આવી ગયા હતા અને આ પગલું ભરી લીધું હોવાનું ચોકબજાર પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતકનું સ્મીમેર હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાયું હતું. નેપાળથી પરિવારજનો બે દિવસ બાદ સુરત પહોંચશે ત્યારબાદ તેમની અંતિમ વિધી થનાર હોવાનું પોલીસે વધુમાં જણાવ્યું હતું.

સ્મીમેર હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર વેડરોડ પ્રાણનાથ હોસ્પિટલની સામે નાની બહુચરાજી મંદિરનાં મહંત શંભુનાથ પદ્મનાથ શર્મા (ઉ.વ.૪૨)એ મંદિર પરિસરમાં ઝૂલાના એંગલ સાથે દોરી વડે ફાંસો ખાઇ લીધો હતો. મહંતના આપઘાત અંગે ચોકબજાર પોલીસે સ્થળ તપાસ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જ્યાં મહંત શંભુનાથનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. મૂળ નેપાળના શંભુ મહારાજ પ્રણામી ધર્મના સ્નાતક હોવા ઉપરાંત છેલ્લા 25 વર્ષથી નાના બહુચરાજી મંદિરમાં રહીને સેવા પૂજા કરતા હતા. આ મામલે તપાસ કરતા ચોકબજાર પોલીસ મથકના પીએસઆઇ પ્રીતિ ડી.કોટડીયાએ જણાવ્યું હતું કે, ભક્તોના જણાવ્યા પ્રમાણે મહંતની પત્નીને વાલની બિમારી હતી જેને કારણે ડિપ્રેશનમાં આ પગલું ભરી લીધું હોવાનું બહાર આવ્યું છે. પરિવારજનો વતન નેપાળથી સુરત આવે ત્યારબાદ વધુ વિગતો જાણી શકાશે.

Most Popular

To Top