દેશના વર્તમાન પ્રધાનમંત્રી લોકપ્રિયતામાં તો નંબર વન છે અગત્યની વાત એ છે કે લગભગ બધી જ બાબત અને વિષયોમાં તેમનું જ્ઞાન અને તેમની નિપુણતા અદ્વિતીય છે. આકરા અને બોલ્ડ નિર્ણય લેવાની તેમની ક્ષમતાની કોઈ તુલના જ થઇ શકે તેમ નથી.નોટબંધી,જીએસટી,ધારા 370,રામમંદિર,ટ્રિપલ તલાક આવા ઘણા નિર્ણયો કરીને એમણે એ વાત તો સાબિત કરી દીધી છે કે તેમના નિર્ણયો સાચે જ દેશ પ્રથમ,રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંત પર જ આધારિત હોય છે વોટ બેંકની રાજનીતિ આધારિત નહિ. વિશ્વ યોગ દિવસની શરૂઆત કરીને ભારતની યોગ પરંપરાને સમગ્ર વિશ્વમાં પ્રચલિત કરવામાં પણ સફળતા મેળવી છે.આ સિવાય પણ સમગ્ર ભારતમાં વર્લ્ડ કલાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઝડપથી વિકસાવી રહ્યા છે.
જન-ઔષધિ સ્ટોરની યોજના લાવીને ખૂબ જ સસ્તી દવાઓ આજે લોકોને મળી રહી છે.ક્લીન એનર્જીના વિષયમાં પણ સોલાર પેનલને લગતી સૌર-ઊર્જા આધારિત યોજનાઓ બનાવીને પર્યાવરણનું પણ રક્ષણ થાય તેનું પણ ધ્યાન રાખી રહ્યા છે. આધુનિક ટેક્નોલોજીની વાત હોય તો તેમાં પણ ડિજિટલ ઇન્ડિયાની વાત કરીને આજે ઘણી બધી સેવાઓને ઓનલાઇન કરી દેવામાં આવી છે. આજે સમગ્ર દેશમાં હજારો પ્રધાનમંત્રી આવાસ બનીને લોકોને કબજો પણ મળી ગયો છે ઘર લેવામાં સબસીડી પણ મળી રહી છે તેમ જ આરોગ્યને લગતી સેવાઓમાં આયુષ્યમાન ભારત યોજના પણ ચલાવવામાં આવી રહી છે.વાત સનાતન સંસ્કૃતિની હોય કે વિજ્ઞાનની હોય,વાત પર્યાવરણની હોય કે વિકાસની હોય,વાત રમતગમતની હોય કે પછી પરીક્ષાના મહત્ત્વની હોય કે પછી વાત રાજનીતિની હોય, આપણા વર્તમાન પ્રધાનમંત્રી સર્વગુણસંપન્ન વ્યકિતત્વ ધરાવે છે. સુરત – કિશોર પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.