Vadodara

સાવલી તાલુકા સેવાસદનમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ

વડોદરા : કોરોનાનો કહેર શાંત થતાં રાજ્ય સરકારના નિર્ણયથી તમામ સરકારી કચેરીઓ 100 ટકા કર્મચારીઓની હાજરી સાથે અરજદારોના પડતર કામોના નિકાલની કામગીરીની શરૂઆત થઇ ગઈ છે.ત્યારે સાવલીમાં તાલુકા સેવાસદન ખાતે આવેલી મામલતદાર, પ્રાંત સહિતની કચેરીઓમાં પણ કામકાજની શરૂઆત થતાં ઘણાં સમય થી રાહજોતાં અરજદારોની ભીડ  ઓનલાઈન અરજીઓ સહિતના કામો માટે ઉમટી પડી હતી.

સાવલીથી 3 કિલોમીટરના અંતરે  આવેલ તાલુકા સેવાસદનમાં ગામડેથી આવતાં અરજદારો માટે પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. બેઠક વ્યવસ્થા,ગંદકીવાળા ટોયલેટ પીવાના પાણી,પ્રવેશદ્વાર પાસે મુકાતાં સેનેટાઈઝર સ્ટેન્ડ પણ ન હતા.કોરોના થી સલામતી માટે સરકારએ જાહેર કરેલ ગાઈડલાઈનનું પાલન,અરજદારો ના સોશ્યલ ડિસ્ટનસિંગના પાલનના અભાવ સહિત માસ્ક વગરના અરજદારો તેમજ કર્મચારી પણ જોવા મળ્યા હતા.કોરોના મહામારીની બીજી અને જીવલેણ લહેર શાંત પડતાં સંભવિત ત્રીજી લહેર ની આગાહી વચ્ચે સરકારી કચેરીઓના અરજદારો ના અટવાઈ પડેલા કામોના નિકાલ માટે રાજ્ય સરકારે કોરોના સામે સલામતી ના પગલાં માટે જાહેર કરાયેલ ગાઈડ લાઈનના પાલન સાથ

ગુજરાતની તમામ સરકારી કચેરીઓ 100 ટકા કર્મચારી સ્ટાફ સાથે શરૂ કરવા નિર્ણય બાદ વડોદરા જીલ્લાના સાવલીમાં સાવલીથી આશરે ત્રણ કિલોમીટર દૂર આવેલ તાલુકા સેવાસદન સ્થિત મામલતદાર, પ્રાંત સહિતની કચેરી જન સેવા કેન્દ્રમાં પણ 100 ટકા કર્મચારીની હાજરી સાથે અરજદારોના પડતર કામોના નિકાલ માટેની શરૂઆત કરાઈ છે.તાલુકાના ગામોમાંથી અરજદારો તાલુકા સેવાસદનમાં પુરુષો,મહિલાઓ બાળકો સાથે ઉમટી પડ્યા હતા.ગામડે થી આવતાં અરજદારો માટે પ્રાથમિક સુવિધા બેઠક વ્યવસ્થા,ટોયલેટ,અને પીવાના પાણીની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો સાથે કોરોના મહામારી સામે સાવચેતીના પગલાં માટે સરકાર એ જાહેર કરેલ કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડતાં જોવા મળ્યા હતા.

અરજદારો તો ઠીક પણ કર્મચારી પણ માસ્ક વગરના અને નાયબ મામલતદારની કેબીન સહિત કચેરીમાં સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન જોવા મળ્યું ન હતું.કોરોના મહામારી ની ત્રીજી લહેર સામે વહીવટીતંત્ર સજાગ બની રક્ષણ તૈયારીઓ કરી રહ્યું હોય તેવા સમયમાં સાવલી તાલુકા સેવાસદનમાં કેબીનમાં બેઠેલા અધિકારીઓ સામેજ પાલન થઈ રહ્યું નથી.જે ગંભીર બાબત છે આ બાબતે મામલતદાર સાહેબનો સંપર્ક કરતાં કાંઈ પણ કેહવાનું ટાળ્યું હતું.

Most Popular

To Top