National

મેગી, નેસકેફે બનાવતી કંપની Nestle એ સ્વીકાર્યું, તેના 60 ટકા પ્રોડક્ટ છે બિનઆરોગ્યપ્રદ

મેગી નૂડલ્સ (Maggie Noodles), કિટકેટ અને નેસ્કાફે (Ness Cafe) જેવા ખાદ્ય પદાર્થોની નિર્માતા નેસ્લે ફરી એકવાર સમાચારોમાં આવી છે. આનું કારણ નેસ્લેના ખાદ્ય ઉત્પાદનો વિશે મોટો ખુલાસો છે. કંપનીના આંતરિક દસ્તાવેજમાં એવું માનવામાં આવે છે કે તેના 60 ટકાથી વધુ ખાદ્ય ઉત્પાદનો અને પીણાં સ્વાસ્થ્યપ્રદ નથી (unhealthy). એટલે કે તેમને ખાવું અથવા પીવું સ્વાસ્થ્ય માટે સારું નથી. બ્રિટનના ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ના અહેવાલમાં આ વાત સામે આવી છે.

કંપનીએ એ પણ માન્યુ છે કે કંપનીના પ્રોડક્ટમાં કેટલો પણ સુધાર થાય છતાં તેના કેટલાક ખાદ્ય ઉત્પાદનો કદી આરોગ્યપ્રદ રહેવાના નથી. ફાઇનાન્સિયલ ટાઇમ્સના જણાવ્યા અનુસાર નેસ્લેના ટોચના અધિકારીઓ વચ્ચે પ્રસ્તુત રજૂઆતમાં 2021 ની શરૂઆતમાં જણાવાયું હતું કે કંપનીના ફક્ત 37% ઉત્પાદનોને ‘ઓસ્ટ્રેલિયાની હેલ્થ સ્ટાર રેટિંગ સિસ્ટમ હેઠળ 3.5 સ્ટાર અથવા તેનાથી વધુ રેટીંગ આપવામાં આવ્યુ હતું. આ ઉત્પાદનોમાં પાલતુ પ્રાણીઓના ખોરાક અને વિશેષ તબીબી પોષણ સામગ્રી શામેલ નથી. 3.5 સ્ટાર રેટિંગને ‘સ્વાસ્થ્યની માન્યતા પ્રાપ્ત વ્યાખ્યામાં માનવામાં આવે છે. નેસ્લેના ખોરાકના 60% ઉત્પાદનો આ ધોરણને પૂર્ણ કરતા નથી.

જણાવી દઈએ કે નેસ્લેના સૌથી પ્રચલિત પ્રોડક્ટ મેગી અને નેસ્કાફે છે. Nestle કંપની તરફથી કહેવાયું છે કે તે તેના ઉત્પાદનમાં પોષક મૂલ્યની તપાસ કરી રહી છે. અને સમગ્ર વ્યૂહરચના બદલવાની તૈયારી ચાલી રહી છે. ઉત્પાદનોને શક્ય તેટલા સ્વાદિષ્ટ અને સ્વસ્થ બનાવવા માટે તમામ પ્રયાસ ચાલુ છે. પરંતુ એક વાત તો નક્કી કે નેસ્લે (Nestle) કંપનીની મેગી (Maggi) પર ફરી એકવાર સવાલ ઉઠી રહ્યાં છે. કંપનીએ ખુદ સ્વીકાર કર્યો કે તેમના 60 ટકા પ્રોડક્ટ્સ બિન આરોગ્ય પ્રદ છે.

કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અનેક દાયકાઓ સુધી, લોકોને પોષણયુક્ત ઉત્પાદનો આપવાનો અમારો પ્રયાસ રહ્યો છે, આ માટે આપણે સતત કામ પણ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે અમારા ઉત્પાદનમાં ખાંડ અને સોડિયમની માત્રા ઘટાડી છે. છેલ્લાં બે દાયકામાં આ કાર્ય મુખ્યત્વે કરવામાં આવ્યું છે. છેલ્લા 7 વર્ષોમાં ખાંડ અને સોડિયમની માત્રામાં 14-15 ટકાનો ઘટાડો થયો છે. અમે બાળકો અને તેમના પરિવારો માટે હજારો ઉત્પાદનોનો પ્રારંભ કર્યો છે. આ ઉત્પાદનોમાં, સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે કે પોષક મૂલ્યમાં કોઈ ખામી નથી.

Most Popular

To Top