Education

CBSE ધોરણ 12 પરિણામ: માર્કસ વેરિફિકેશન,સ્કેન કોપી અને પુન:મૂલ્યાંકન માટે પોર્ટલ શરૂ

6 જૂન સુધી કરી શકાશે અરજી,નિર્ધારિત સમય મર્યાદા બાદ કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં :

પરિણામમાં ગુણ ઓછા આવ્યા હોય કે ભૂલ લાગતી હોય તેઓ ઓનલાઇન અરજી કરી શકે છે :

( પ્રતિનિધિ )વડોદરા,તા.2

CBSE બોર્ડ દ્વારા ધોરણ 12ના પરિણામ જાહેર થયા બાદ હવે ગુણ વેરિફિકેશન, ઉત્તરવહીની સ્કેન કોપી મેળવવા અને પુન:મૂલ્યાંકન માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ માટે સત્તાવાર પોર્ટલ ખુલ્લું મૂકાયું છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના જણાવ્યા મુજબ, જે વિદ્યાર્થીઓને પોતાના પરિણામમાં ગુણ ઓછા આવ્યા હોય કે ભૂલ લાગતી હોય તેઓ ઓનલાઇન અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓ 2 જૂનથી 6 જૂન 2026 સુધી પોર્ટલ પર વેરિફિકેશન માટે અરજી કરી શકશે. સૌપ્રથમ વિદ્યાર્થીએ ગુણ વેરિફિકેશન માટે અરજી કરવાની રહેશે. તેમાં ગુણનો સરવાળો અને બધા જવાબો તપાસાયા છે કે નહીં તે ચેક થશે. વેરિફિકેશન બાદ વિદ્યાર્થી ઉત્તરવહીની સ્કેન કોપી માટે અરજી કરી શકશે. સ્કેન કોપી મળ્યા બાદ જો વિદ્યાર્થીને લાગે કે ચોક્કસ પ્રશ્નમાં ગુણ ઓછા મળ્યા છે તો તે પુન:મૂલ્યાંકન માટે અરજી કરી શકશે. દરેક પ્રક્રિયા માટે અલગથી નિર્ધારિત ફી ઓનલાઇન ભરવાની રહેશે. સીબીએસઈએ સ્પષ્ટ કર્યું છે કે આ તારીખ બાદ કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં. વિધાર્થીઓએ વેબસાઈટ પર જઈ અરજી કરવાની રહેશે.

Most Popular

To Top