સમાજશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનનો મોટો ફરક એ છે કે સમાજશાસ્ત્રના નિયમો સમજે. સમાજે અને સમયે સમયે જુદા હોય છે. એક જ નિયમ બધે બધાને લાગુ પડતો નથી. અર્થશાસ્ત્રમાં પાયાના સિધ્ધાંતો આપનારા અર્થશાસ્ત્રીઓએ કીધું કે જે વ્યક્તિ માટે સાચું છે તે જ દેશ માટે સાચું છે પણ જયારે કલ્યાણલક્ષી અને સામુહિક ખર્ચ આવકના જાહેર અર્થવિધાનની વાત આવી ત્યારે અર્થશાસ્ત્રીઓ બોલ્યા કે જે વ્યક્તિ માટે સાચું હોય એ દેશ માટે સાચું ના પણ હોય.મતલબ કે એક નિયમ વ્યક્તિ માટે પણ સાચો અને દેશ માટે પણ સાચો અને બીજા નિયમમાં વ્યક્તિ માટે જે સાચું તે દેશ માટે સાચું નહિ.જેમ કે સાધનોની અછત છે માટે તે કરકસરપૂર્વક વાપરવાં જોઈએ. આ વાત વ્યક્તિ અને દેશ બંને માટે સાચી પણ વ્યક્તિ ભૂખી હોય તો એને અપવાસ કરવાનું કહી શકાય. દેશમાં અનાજની અછત હોય તો દેશ આખાને ઉપવાસ કરવાનું ના કહી શકાય.
માટે જ, જાહેર અર્થશાસ્ત્રના નિયમો જુદા ઘડાયા. જાહેર સત્તાઓ દ્વારા જે ખર્ચ થાય છે તેની વ્યાપક અસર થાય છે. પ્રજાના કરવેરાના નાણાંનો દુરુપયોગ ના થવો જોઈએ. પ્રજાએ જેમને સત્તામાં બેસાડ્યા છે તેમણે પ્રજાના રૂપિયાનો માત્ર કરકસરપૂર્વક ઉપયોગ નથી કરવાનો. તેનો પ્રજાના વ્યાપક કલ્યાણને ધ્યાનમાં રાખીને ઉપયોગ કરવાનો છે. લાંબા ગાળાના લાભને જોઈને ઉપયોગ કરવાનો છે અને આ માપદંડ મુજબ જોઈએ તો અત્યારે ભારતમાં સરકાર દ્વારા જે ખર્ચ થાય છે તે ફેરવિચાર માંગી લે છે. એ પછી સ્માર્ટ સીટી પાછળ થતા ખર્ચા હોય, બી. આર. ટી. એસ. પાછળ થતા ખર્ચ હોય, ટેબ્લેટ વિતરણ માટે થતા ખર્ચ હોય…
વ્યક્તિ જયારે નિર્ણય કરે છે ત્યારે તેની અસર માત્ર તેના પોતાના પૂરતી મર્યાદિત હોય છે. વ્યક્તિના ખોટા નિર્ણયનો ભોગ માત્ર તે અને તેનું કુટુંબ બને છે પણ જાહેર સત્તા પર બેઠેલા માણસો જયારે ખોટા નિર્ણય લે છે ત્યારે એનો ભોગ આખો સમાજ બને છે અને જો આ આર્થિક નિર્ણય હોય મોટા ખર્ચનો નિર્ણય હોય તો તેની અસર લાંબા ગાળા સુધી પડે છે.
Uk માં ૧૮૯૧ થી ૧૯૫૫ સુધી સરકારે કરેલા જાહેર ખર્ચની અસર તપાસનાર વાઈસ્મેન પીકોક નામના અર્થશાસ્ત્રીએ સરકારના જાહેર ખર્ચની અસર તપાસવાનો પ્રયત્ન કર્યો હતો અને સંશોધનમાં તેમણે એ પણ જોયું હતું કે સરકારના ખર્ચની ખાનગી ક્ષેત્ર પર અસર કેવી થાય છે. અર્થશાસ્ત્રમાં વર્ષો સુધી પ્લીસ અસરની ચર્ચાઓ થતી હતી. હવે અચાનક જ ભારતમાં તે બંધ થઇ ગઈ છે.
પ્લીસ અસર એટલે મહેરબાની અસર ..સરકાર દેશમાં પરજ પર મહેરબાની કરવા જે બેફામ ખર્ચ કરે છે તેના લાભ અને ગેરલાભ તપાસવા જોઈએ કારણ કે અર્થતંત્રમાં સાધનોની અછત છે.સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે માટે જો એક બાબત માટે તે વપરાશે તો બીજા માટે તે ખૂટી પડશે. સરકાર પ્રજા પાસે થઈ કરવેરા સ્વરૂપે કે દેવા સ્વરૂપે જે નાણાં અને મૂડી ઉઘરાવશે તે ખાનગી ક્ષેત્રને નહિ મળે જે મહેરબાની અસર છે.જેમકે દેશમાં સિમેન્ટનું ઉત્પાદન જરૂર કરતાં ઓછું છે. તેની અછત છે.
હવે સરકાર પોતાના પ્રોજેકટ માટે સિમેન્ટ મોટા પાયે વાપરે તો ખાનગી ક્ષેત્રમાં ઘરો બનાવવામાં તે વપરાતા સિમેન્ટની અછત ઊભી થાય અને ભાવ વધે.વીજળીનું ઉત્પાદન ઓછું હોય અને ઉદ્યોગ ધંધા માટે, ખેતી માટે પણ પૂરું ના પડતું હોય ત્યારે આ વીજળી સરકાર ક્રિકેટ મેચ માટે આઈપીએલની ટુર્નામેન્ટ માટે વાપરવા દે તો ઉદ્યોગ અને ખેતીને વીજળી નહિ મળે. સરકાર પાસે મૂડી ઓછી છે અને આ મૂડી જો સ્માર્ટ સીટી બનાવવામાં વપરાશે તો સ્કૂલો, કોલેજો, દવાખાના માટે નહિ વપરાય.સરકારો આજે પોતાને વિકાસ કરનારી દેખાડવા માટે દેખાય તેવા વિકાસ પર ધ્યાન આપે છે. પોસ્ટરો અને જાહેરાતો ઉત્સવો અને રોડ શો પર ખર્ચા કરે છે.
આ સરકારનો મોજશોખ છે. આપણે બુલેટ ટ્રેન કે મેટ્રો રેલના વિરોધી નથી પણ આ વિદેશી ટેક્નોલોજી અને વિદેશી કંપનીઓ દ્વારા અબજો રૂપિયાના ખર્ચે બનનારી ટ્રેન આપણને પોષાય એમ છે તે વિચારણનો પ્રશ્ન છે. આપણે પાયાનું આંતર મૂડી માળખું ગામડાંઓ સુધી પહોંચાડવાનું બાકી છે ત્યારે આ ખર્ચ યોગ્ય નથી. એક તરફ પ્રધાન મંત્રી આપણને ગેસની સબસીડી છોડવાની વાત કરે છે તો બીજી તરફ રાજ્યો મફતના ભાવે લેપટોપ અને ટેબ્લેટ વહેંચે છે. સરકારના આ જાહેર ખર્ચ સરકારની વાહવાહી માટે છે અને સરકારનો આ મોજશોખ આપણને બહુ મોંઘો પડવાનો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે