Gujarat

ધો. 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીઓનું 28 અને 29નીએ અવલોકન

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની ઉત્તરવહીઓના રૂબરૂ અવલોકન માટેની પ્રક્રિયા 28 અને 29 મેના રોજ હાથ ધરાશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ આર. આર. વ્યાસે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી- માર્ચ 2026માં લેવાયેલી ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની ઉત્તરવહીઓના રૂબરૂ અવલોકન માટે જે વિદ્યાર્થીઓએ અરજી કરેલી છે, તેવા વિદ્યાર્થીઓ માટે 28 અને 29 મેના રોજ ઉત્તરવહી અવલોકનની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉત્તરવહી અવલોકનમાં ઉપસ્થિત રહેવા માટે અરજી કરનાર ઉમેદવાર સ્થળ, તારીખ અને સમય વિગત દર્શાવતો કોલ લેટર બોર્ડની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. કોલ લેટર ઓનલાઇન માધ્યમથી ડાઉનલોડ કરી અવલોકન સ્થળ ઉપર સમયસર હાજર રહેવાનું રહેશે.

આ ઉપરાંત ઉત્તરવહી અવલોકન માટે ઉમેદવારે બોર્ડની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલો કોલ લેટર, પ્રવેશપત્ર, હોલ ટિકિટ, ગુણપત્રકની નકલ અને અવલોકન માટે ફી ભર્યાની રસીદ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.

Most Popular

To Top