Gujarat

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે વિશેષ આધાર કેમ્પ યોજાયો

UIDAI દ્વારા બે દિવસીય નોંધણી અને અપડેટ અભિયાનથી કેદીઓને ડિજિટલ ઓળખ સાથે જોડવાનો પ્રયાસ

અમદાવાદ,
યુનિક આઈન્ડેટિફિકેશન ઓથો. ઓફ ઈન઼્ડિયા (UIDAI) ના પ્રાદેશિક કાર્યાલય મુંબઈ દ્વારા રાજ્ય કાર્યાલય અમદાવાદના સહયોગથી 15 અને 16 મે, 2026 દરમિયાન અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે કેદીઓ માટે વિશેષ આધાર નોંધણી અને અપડેટ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

જેલમાં રહેલા અને નિયમિત આધાર નોંધણી કેન્દ્રો સુધી પહોંચી શકતા ન હોય તેવા કેદીઓને આધાર સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી હતી. જેલ સત્તાધિકારીઓના સંકલન સાથે યોજાયેલા આ અભિયાન દ્વારા કેદીઓને દેશની ડિજિટલ ઓળખ વ્યવસ્થામાં સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

બે દિવસીય કેમ્પ દરમિયાન UIDAIની માર્ગદર્શિકા અને નિયમો અનુસાર કેદીઓને આધાર નોંધણી તેમજ આધાર અપડેટ સંબંધિત વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ સેવાઓથી કેદીઓને ઓળખ આધારિત સરકારી યોજનાઓ, કાનૂની પ્રક્રિયાઓ અને વિવિધ કલ્યાણકારી લાભો મેળવવામાં સહાય મળશે.જેલ સત્તાવાળાઓએ આ પહેલને મહત્વપૂર્ણ ગણાવી UIDAIના પ્રાદેશિક કાર્યાલય મુંબઈ અને રાજ્ય કાર્યાલય અમદાવાદ દ્વારા આપવામાં આવેલા ઝડપી અને સકારાત્મક સહકારની પ્રશંસા કરી હતી.UIDAI દ્વારા હાથ ધરાયેલી આ પહેલ “સૌના માટે આધાર”ના વિઝનને પ્રતિબિંબિત કરે છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સમાજના વંચિત અને સંવેદનશીલ વર્ગોને પણ ભારતના ડિજિટલ પરિવર્તનની પ્રક્રિયામાં સમાન રીતે જોડવાનો રહ્યો હતો.

Most Popular

To Top