Gujarat

સાબરકાંઠાના પોશીનામાંથી 6,38 લાખના લીલો અને સૂકા ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ

ગાંધીનગર,

ગુજરાતમાં નશાના કારોબાર સામે ચાલી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની ટીમે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના વીછી ગામના વાડ વિસ્તારમાં દરોડો પાડી 6.38 લાખનો લીલો અને સુકો ગેરકાયદેસરનો ગાંજાનો જથ્થો જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી હતી.

આ અંગે ગાંધીનગરની સીઆઈડી ક્રાઈમની એન્ટી નારકોસ્ટીક ટ્રાસ્ક ફોર્સના સુત્રોના જણાવ્યા પ્રમાણે એએનટીએફ ગુજરાતના પોલીસ અધીક્ષક લોકેશ યાદવની સૂચનાથી ટેકનિકલ/સર્વેલન્સ પો.ઇ. આર.વી. પટેલની ટીમએ પોસીનાના વીછી ગામના વાડ વિસ્તારમાં દરોડો પાડી જમીન પર જ ગાંજાની ગેરકાયદેસર ખેતી કરાતી હોવાનો પર્દાફાર્શ કર્યો હતો.

આ દરોડા દરમિયાન આરોપીની ખેતીવાડી જમીન પરથી આશરે 8.060 કિલોગ્રામ લીલો ગાંજો, અંદાજિત કિંમત ₹4,03,000 મળી આવ્યો હતો. એટલું જ નહીં, જ્યારે તેના રહેણાંક મકાનની તલાશી લેતા ત્યારે ત્યાંથી વધુ 4.700 કિલોગ્રામ સૂકો ગાંજો અંદાજિત કિંમત ₹2,35,000 પણ જપ્ત કરાયો હતો. આમ, પોલીસે સ્થળ પરથી કુલ 12.76 કિલોગ્રામ લીલો અને સૂકો ગાંજો કબ્જે કર્યો હતો, જેની કુલ બજાર કિંમત ₹6,38,000 થવા જાય છે. પોલીસે વીછી ગામમાં જ રહેતા 53 વર્ષીય મકનાભાઈ એનાભાઈ ગમાર નામના શખ્સની ધરપકડ કરી છે. તમામ મુદ્દામાલ કબ્જે કરીને આરોપી વિરૂદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top