મધ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે રશિયા-ચીનની બેઠકથી વૈશ્વિક રાજકારણમાં ગરમાવો
ઈરાન-ઇઝરાયેલ વચ્ચે વધી રહેલા યુદ્ધના માહોલ અને અમેરિકા સહિત પશ્ચિમી દેશોની વધતી સક્રિયતા વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ Vladimir Putin આજે ચીનના મહત્વપૂર્ણ પ્રવાસે પહોંચી રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping સાથે થનારી આ બેઠકને વૈશ્વિક રાજનીતિમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
મધ્યપૂર્વમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ, અમેરિકા-ચીન તણાવ, યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક વેપારની અનિશ્ચિતતા વચ્ચે આ મુલાકાત માત્ર એક રાજકીય કાર્યક્રમ નહીં પરંતુ વૈશ્વિક શક્તિ સંતુલનને અસર કરનારી મોટી ઘટના માનવામાં આવી રહી છે.જયારે
અહેવાલો અનુસાર, પુતિન અને શી જિનપિંગ વચ્ચે સુરક્ષા, વેપાર, ઊર્જા, ઈરાન મુદ્દો અને પશ્ચિમી દેશોના દબાણ સામે સંયુક્ત વ્યૂહરચના અંગે ચર્ચા થવાની શક્યતા છે.
- ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે સૌથી મોટી બેઠક
હાલ મધ્યપૂર્વમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગયો છે. અમેરિકા ખુલ્લેઆમ ઇઝરાયેલના સમર્થનમાં ઊભું છે, ત્યારે રશિયા અને ચીન બંનેએ શાંતિપૂર્ણ ઉકેલની વાત કરી છે.વિશ્વ રાજકારણના વિશ્લેષકો માને છે કે પુતિનનો ચીન પ્રવાસ ઈરાન મુદ્દે બંને દેશોની સંયુક્ત સ્થિતિને વધુ મજબૂત બનાવશે. ખાસ કરીને અમેરિકા સામે વૈકલ્પિક શક્તિ ગઠબંધન ઉભું કરવાની દિશામાં આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
2. અમેરિકા સામે રશિયા-ચીનની વધતી નજીકીઓ
યુક્રેન યુદ્ધ બાદ અમેરિકા અને યુરોપીય દેશોએ રશિયા પર અનેક આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. બીજી તરફ ચીન પર પણ અમેરિકાએ ટેકનોલોજી, વેપાર અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે દબાણ વધાર્યું છે. આ પરિસ્થિતિમાં રશિયા અને ચીન બંને એક બીજાના સૌથી મોટા વ્યૂહાત્મક ભાગીદાર બની રહ્યા છે. પુતિનની આ મુલાકાત દરમિયાન બંને દેશો આર્થિક અને સૈન્ય સહકાર વધારવા માટે નવા કરારો પર ચર્ચા કરી શકે છે.
3. ઊર્જા અને તેલ વેપાર રહેશે મુખ્ય મુદ્દો
ઈરાન સંકટને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી આવી છે. ચીન વિશ્વનો સૌથી મોટો ઊર્જા આયાતકાર દેશ છે, જ્યારે રશિયા તેલ અને ગેસનો મોટો નિકાસકાર છે. એવા સંજોગોમાં બંને દેશો વચ્ચે ઊર્જા સુરક્ષા અને લાંબા ગાળાના તેલ-ગેસ કરારો અંગે મહત્વપૂર્ણ ચર્ચા થવાની સંભાવના છે. પશ્ચિમી પ્રતિબંધો વચ્ચે રશિયા માટે ચીન સૌથી મોટો બજાર બની રહ્યો છે.
4.BRICS અને વૈકલ્પિક વિશ્વ વ્યવસ્થા પર ચર્ચા: આ બેઠક દરમિયાન BRICS ગઠબંધનને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ ચર્ચા થઈ શકે છે. રશિયા અને ચીન લાંબા સમયથી અમેરિકાના પ્રભુત્વવાળી વૈશ્વિક વ્યવસ્થાને પડકારવા પ્રયત્ન કરી રહ્યા છે. ડોલર પરની નિર્ભરતા ઘટાડવી, સ્થાનિક ચલણમાં વેપાર વધારવો અને વૈકલ્પિક નાણાકીય વ્યવસ્થા ઉભી કરવી જેવા મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહી શકે છે.
5. દુનિયાભરના દેશોની નજર આ મુલાકાત પર કેમ?
કારણ કે આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે દુનિયા એકસાથે અનેક સંકટોમાંથી પસાર થઈ રહી છે. યુક્રેન યુદ્ધ હજુ ચાલુ છે, મધ્યપૂર્વમાં તણાવ વધી રહ્યો છે અને અમેરિકા-ચીન સંબંધો પણ તણાવપૂર્ણ છે. એવા સમયમાં જો રશિયા અને ચીન ખુલ્લેઆમ એક મજબૂત ગઠબંધન તરીકે આગળ આવે છે તો તેની સીધી અસર વૈશ્વિક
રાજકારણ, તેલ બજાર, વેપાર અને સુરક્ષા પર પડી શકે છે.
વિશ્વભરના રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પુતિનનો આ ચીન પ્રવાસ આગામી મહિનાઓમાં આંતરરાષ્ટ્રીય રાજકારણની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.