Gujarat

અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 18 થી 30 મે દરમિયાન બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ રહેશે

અમદાવાદ,

પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા સ્ટેશન પર હાથ ધરવામાં આવનાર યાર્ડ રિમોડેલિંગ અને નવી ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે આ રૂટ પર દોડતી ઇન્ટરસિટી ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટેકનિકલ કામગીરીના પગલે આગામી ૧૮ મે થી ૩૦ મે, ૨૦૨૬ સુધી અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ બાજવા અને વડોદરા સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રેલવે પ્રશાસનના સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રેનોની અવરજવરમાં ફેરફાર રહેશે. જેમાં ટ્રેન નંબર ૧૯૦૩૬ (અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ) આ ટ્રેન ૧૮ મે થી ૩૦ મે, ૨૦૨૬ સુધી અમદાવાદથી ઉપડીને વડોદરાના બદલે બાજવા સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટ (યાત્રા પૂર્ણ) થશે. એટલે કે, આ ટ્રેન બાજવા અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર ૧૯૦૩૫ (વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ) આ ટ્રેન ૧૮ મે થી ૩૦ મે, ૨૦૨૬ સુધી વડોદરાના બદલે બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થઈને અમદાવાદ માટે ઉપડશે. આ દિવસો દરમિયાન ટ્રેન વડોદરા અને બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

Most Popular

To Top