Gujarat

ધોરણ-12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને ગુજકેટની ઉત્તરવહી, ગુણચકાસણી અને OMR નકલ માટે ઓનલાઈન અરજી

ગાંધીનગર : ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટની ઉત્તરવહી -અવલોકન અને ઓએમઆરની નકલ મેળવવા 13 મે 2026 સાંજે 5:00 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને ગુજકેટ 2026 નું પરિણામ ચોથી મે 2026 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે જે ઉમેદવારો ઉત્તરવહી અવલોકન ગુણ ચકાસણી અને ઓએમઆરની નકલ મેળવવાની અરજી કરવા ઈચ્છતા હોય તેઓએ બોર્ડની વેબસાઈટ પર તા. 13 મે 2026ને સાંજે 5:00 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરી ઓનલાઇન અરજી કરી શકશે.

ગુણચકાસણી, અવલોકન અને ઓએમઆરની નકલ મેળવવા માટે નિયત ફી ઓનલાઈન એસબીઆઈ-ઈ પેમેન્ટ સિસ્ટમ મારફતે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટબેન્કિંગ દ્વારા અથવા એસબીઆઇ પેમેન્ટના એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા એસબીઆઈ બ્રાન્ચમાં ભરી શકાશે.

Most Popular

To Top