Gujarat

અમદાવાદ મણિનગરની સેવેન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં – એડમિશન પહેલાં વાલીઓમાં મુઝવણ

અમદાવાદ : અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ-ડે સ્કુલ ફરી એકવાર વિવાદમાં આવી છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાના આરે જ શાળાના વહીવટી ફેરફારોને કારણે વાલીઓમાં ભારે મુંઝવણમાં મુકાયા છે. સાથે જ વાલીઓમાં અસંતોષ પણ ફેલાયો છે.

ગત વર્ષે શાળામાં વિદ્યાર્થીના મોતની ગંભીર ઘટનાના પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાનો વહીવટ પોતાના હસ્તક લેવામાં આવ્યો હતો. જોકે, હાલ નવું સત્ર શરૂ થાય તે પહેલાં વહીવટ ફરીથી કામચલાઉ ધોરણે સંચાલકોને સોંપવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. જેના પગલે

વાલીઓમાં સૌથી મોટી મુંઝવણ છે કે, શાળાનું રજિસ્ટ્રેશન રદ થવાની શક્યતા છે. જો એડમિશન લીધા બાદ રજિસ્ટ્રેશન રદ થાય, તો મોટી ફી ગુમાવવી પડે, સાથે બાળકોના અભ્યાસ પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને નવા પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ વધુ મૂંઝવણમાં મુકાયા છે.

આ મુદ્દે જનાક્રોશ વાલીમંડળ સંઘર્ષ સમિતિ દ્વારા તેમજ વાલીઓએ શાળાનો ઘેરાવ કરી સ્પષ્ટ માંગણી કરી છે કે રજિસ્ટ્રેશન રદ નહીં થાય તેવી ખાતરી આપવામાં આવે, ત્યારબાદ જ એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે. વાલીઓએ શાળા સંચાલકો પાસેથી લખિત ખાતરી તેમજ ફી રિફંડ અંગે સ્પષ્ટતા કરવા જોઈએ તેવી માંગણી કરી છે.

આ અનિશ્ચિતતાની સીધી અસર વિદ્યાર્થીઓના એડમીશન પર પડી રહ્યો છે.

Most Popular

To Top