ભાજપે પશ્ચિમ બંગાળમાં શાનદાર ચૂંટણી વિજય મેળવ્યો છે, જેનાથી પીએમ મોદીનું કદ વધુ મજબૂત થયું છે. પશ્ચિમ બંગાળમાં ભાજપે પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી જીતી છે. આ એક મોટો પડકાર હતો. છેલ્લાં 15 વર્ષોથી આ રાજ્યમાં મુખ્ય વિરોધ પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)નું શાસન હતું, જેનું નેતૃત્વ રાજ્યનાં મહિલા મુખ્યમંત્રી મમતા બેનરજી કરી રહ્યાં હતાં. તેઓ મોદીના 12 વર્ષના શાસનકાળ દરમિયાન તેમના સૌથી પ્રખર ટીકાકારોમાંના એક રહ્યાં હતાં.
એમ કહી શકાય કે, પશ્ચિમ બંગાળની ચૂંટણી મોટા જનમત સાથે જીતીને ભાજપે તેના છેલ્લા બાકી રહેલા ગઢોમાંના એક પર વિજય મેળવ્યો છે. આ ભાજપના ટોચના આદર્શ અને જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીનું ગૃહ રાજ્ય છે. રાજકારણમાં કોઈ અજેય નથી અને કોઈક સમયે ટીએમસીનું પતન અનિવાર્ય હતું. ભાજપની આ જીત માત્ર સંજોગોવશાત્ નથી મળી. છેલ્લાં 15 વર્ષોમાં પક્ષનાં કાર્યકર્તાઓ દ્વારા એક એક ઈંટ જોડીને પક્ષનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમને મમતા બેનરજીના પ્રકોપનો સામનો કરવો પડ્યો હતો, જેમણે તેમના લાંબા કાર્યકાળ દરમિયાન રાજકીય હિંસા ફેલાવી હતી.
હકીકતમાં, પશ્ચિમ બંગાળ અને સાથે જ તમિલનાડુ અને કેરળના જનાદેશ દર્શાવે છે કે જ્યારે લોકો પરિવર્તન ઇચ્છે છે ત્યારે તેમને હિંસા, પ્રલોભનો અને ધમકીઓ દ્વારા રોકી શકાતાં નથી. ભાજપે લોકોનો મિજાજ પારખ્યો અને પરિવર્તન લાવવા માટે કામ કર્યું. બીજી તરફ, મમતા નકારાત્મક વલણમાં રહ્યાં. તેમણે અનેક ચેતવણીઓને અવગણી. ચુકાદા પછી પણ તેમણે રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે!
તેમનો પક્ષ ટીએમસી, જેને તેઓ 34 વર્ષ જૂના ડાબેરી શાસનને ઉથલાવીને સત્તા પર લાવ્યાં હતાં, તે સમજી શક્યો નહીં કે ભાજપ કેવી રીતે સમર્થન મેળવી રહ્યો છે. ભાજપનો ઉદય સૌ પ્રથમ 2016માં માત્ર ત્રણ બેઠકો સાથે શરૂ થયો હતો, જે બાદમાં 2021ની વિધાનસભામાં વધીને 77 પર પહોંચી ગયો હતો. તે બંગાળને આર્થિક સંકટમાંથી બહાર લાવવામાં નિષ્ફળ રહ્યાં. તેઓ પક્ષની અંદર વધી રહેલા ભ્રષ્ટાચાર અને બિનજવાબદારીને રોકી શક્યાં નહીં. તેમણે ડાબેરી શાસનનું જ શાસન મોડેલ ચાલુ રાખ્યું.
છેવટે, 2026માં કેન્દ્ર અને ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓને કારણે લોકોને ડર વિના મતદાન કરવાની તક મળી. મમતાનો મુસ્લિમ વોટ બેંક (30 ટકા)ને રીઝવવાનો અભિગમ પણ ઉલટો પડ્યો. બાંગ્લા દેશથી આવેલાં ગેરકાયદે સ્થળાંતર કરનારાંઓના મુદ્દે હિંદુ એકત્રીકરણને કારણે તેમના પક્ષને ભારે નુકસાન થયું. તેમણે સરહદ પર ફેન્સિંગ માટે જમીન આપવાનો ઇનકાર કર્યો અને સરહદ ઓળંગનારાંઓને ઓળખપત્રો આપવાના રેકેટ પર લગામ ન કસી.
હા, મતદારોની યાદીમાંથી 27 લાખ મતદારોને બાકાત રાખવાનો વિવાદાસ્પદ મુદ્દો મોટો હતો, જેમની અપીલ હજી પેન્ડિંગ છે (ટ્રિબ્યુનલ દ્વારા 2000થી ઓછાને પુનઃસ્થાપિત કરવામાં આવ્યાં હતાં) પરંતુ તમે એમ કહી શકતાં નથી કે તેનો ફાયદો ભાજપને થયો. મમતાનાં ઉમેદવારો એવી ઘણી બેઠકો પરથી જીત્યાં જ્યાં મતદારોની બાદબાકી સૌથી વધુ હતી.
તમિલનાડુના રાજકારણમાં નવોદિત વિજય અને તેની પાર્ટી ટીવીકેની મોટી સફળતા એક દુર્લભ ઘટના છે. લોકો દ્રવિડિયન રાજનીતિથી કંટાળી ગયાં હતાં. વિજય ઘણી નવીનતા લાવ્યો, જેના પરિણામે મતદારોમાં પ્રચંડ ઉત્સાહ જોવા મળ્યો. જો કે, તેમણે પૂર્ણ બહુમતી આપી નથી. તેમણે નવાં ભાગીદારો શોધવાં પડશે. કેરળમાં, કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઈટેડ ફ્રન્ટની સત્તામાં વાપસી રાહુલ ગાંધી માટે એક મોટી ક્ષણ છે, જેમના નેતૃત્વમાં પક્ષે 99 ચૂંટણી પરાજયનો સામનો કર્યો છે. કેરળના મતદારોએ પિનરાઈ વિજયનને “ના” કહી દીધું છે, જેમણે તમામ સત્તા પોતાની પાસે કેન્દ્રિત કરી હતી અને પોતાના પક્ષને રૂંધી નાખ્યો હતો. તેમનો 10 વર્ષનો કાર્યકાળ અનેક વિવાદોથી ભરેલો રહ્યો હતો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.