Gujarat

અમદાવાદમાં ભાજપનો ગઢ તૂટ્યો: ખાડિયામાં કોંગ્રેસનો ઐતિહાસિક ક્લિન સ્વીપ

અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી 2026માં સૌથી ચોંકાવનારું પરિણામ ખાડિયા વોર્ડમાંથી સામે આવ્યું છે, જ્યાં લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનાતા વિસ્તારમાં કોંગ્રેસએ ઐતિહાસિક જીત નોંધાવી છે. ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની સંપૂર્ણ પેનલ વિજયી બની છે, જે રાજકીય દૃષ્ટિએ મોટું પરિવર્તન ગણાઈ રહ્યું છે.

એક સમય એવો હતો કે “ખાડિયા એટલે ભાજપ” તરીકે ઓળખાતું હતું, પરંતુ આ વખતના પરિણામોએ આ સમીકરણ સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. ચૂંટણી દરમિયાન ભાજપ તરફથી કરાયેલા કેટલાક વિવાદાસ્પદ નિવેદનો પણ ચર્ચામાં રહ્યા હતા, જેના મતદાન પર અસર પડી હોવાની ચર્ચા ચાલી રહી છે. મતદાતાઓએ આ વખતે બદલાવ તરફ ઝુકાવ બતાવ્યો હોવાનું પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.આ પરાજય બાદ ભાજપના સ્થાનિક નેતૃત્વ અને વ્યૂહરચનાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ, કોંગ્રેસ માટે આ જીત મનોબળ વધારનારી સાબિત થઈ છે અને શહેરની રાજનીતિમાં નવા સમીકરણો ઉભા કરી શકે છે. ખાડિયાનો આ પરિણામ માત્ર એક વોર્ડ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે અમદાવાદની રાજકીય દિશામાં બદલાવના સંકેતો તરીકે પણ જોવામાં આવી રહ્યો

Most Popular

To Top