- આમ આદમી પાર્ટીથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા અને ખેડૂત આગેવાન રાજુ કરપડાની જીત થઇ હતી. તેઓ મુળી-2 જિલ્લા પંચાયત બેઠક પર તેમણે જીત મેળવી હતી.
- સુરેન્દ્ર નગર મુળી-૨ જીલ્લા પંચાયત બેઠક પરથી રાજુ કરપડાઅઢી હજાર મતે જીત્યા
- લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર જાણીતા લોકસાહિત્યકાર માયા આહીરની પુત્રી સોનલ ડેરને પરાજય મળ્યો, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેર વિજેતા બન્યા
- શામળાજી વિસ્તારમાં પૂર્વ IPS અધિકારી મનોજ નિનામા, જેઓ નિવૃત્તિના માત્ર બે મહિના પહેલા ભાજપમાં જોડાયા હતા, તેમને ઓડ બેઠક પર આશરે 2700 મતોથી કારમો પરાજય સહન કરવો પડ્યો
- ભેંસાણ જિલ્લામાં AAPમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને જનતાએ સ્વીકાર્યા નહીં, અને જિલ્લા પંચાયત બેઠક પર AAPના દિનેશ રૂપારેલીયાએ તેમને લગભગ 1700 મતોથી હરાવ્યા
- રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 2માં કોંગ્રેસ તરફથી ઉમેદવાર તરીકે ઉભેલા નયનાબા જાડેજાને હારનો સામનો કરવો પડ્યો; તેઓ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન અને રિવાબા જાડેજાની નણંદ હોવાથી રાજકીય અને પરિવારિક ચર્ચામાં રહેતા હતા
- રાજકોટના વોર્ડ નંબર 10માં કોંગ્રેસના જાણીતા ચહેરા અને લોકપ્રિય રેડિયો જોકી આરજે આભા દેસાઈ હાર્યા
- ભાજપનો 7 દાયકાથી ગઢ અમદાવાદના ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી
- દાંતા તાલુકા પંચાયતમાં 20 સીટમાંથી 10 કોંગ્રેસ 10 ભાજપ ટાઈ પડી
- 2 બેઠક ભાજપ બિનહરીફ 18ની ચૂંટણીમાં 8 મા ભાજપ 10માં કોંગ્રેસનો વિજય
- અંબાજી ની તમામ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની સીટ પર કોંગ્રેસનો વિજય
- રાજકોટ વોર્ડ નંબર 16માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે ગત ટર્મમાં અહીં ભાજપનો કબજો હતો. આ પરિણામ ભાજપ માટે ચેતવણીરૂપ માનવામાં આવી રહ્યું છે.
- ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાની રાજકોટમાં હાર
- જામનગર મનપામાં ગત ટર્મમાં વિપક્ષના નેતા રહેલા ધવલ નંદાની હાર
- જામનગરના કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબર 1માં મોટો અપસેટ
- અમદાવાદના બાપુનગરમાં પેનલ તૂટી, ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત
- નડિયાદ મનપામાં ભાજપનો 6 વોર્ડમાં વિજય, કોંગ્રેસનું ખાતું નથી ખૂલ્યું
- અમદાવાદના જોધપુર અને ગોતા વોર્ડમાં ભાજપની પેનલનો વિજય
- રાજકોટના વોર્ડ 1માં મતગણતરી પૂર્ણ થાય તે પહેલા જ ભાજપની ઉજવણી
- રાજકોટના વોર્ડ 10માં ભાજપની પેનલનો વિજય
- રાજકોટના વોર્ડ નંબર 7 અને 10માં ભાજપની પેનલનો વિજય
- રાજકોટના વોર્ડ 16માં કોંગ્રેસની પેનલનો વિજય
- રાજકોટ શહેર વોર્ડ નંબર 4માં પ્રથમ રાઉન્ડના અંતે ભાજપ આગળ
- અમરેલીના બાબરામાં વોર્ડ નંબર 1 ના BJP મહિલા ઉમેદવાર જીજ્ઞાસાબેન શાકોરિયા સતત બીજી ટર્મમાં પણ વિજેતા
- અમરેલીના કુકાવાવ-વડીયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો દબદબો, 16માંથી 13 બેઠક ભાજપ અને 3 અન્યના ફાળે
- રાજકોટના વોર્ડ નંબર 15માં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવાર વિજેતા, 15 વર્ષ બાદ કોંગ્રેસની પેનલ તૂટી
- પૂર્વ વિરોધ પક્ષ નેતા વશરામ સાગઠીયાની ભાજપના નિલેશ હેરભા સામે હાર, માત્ર 154 મતનો અંતર
- સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32માંથી 31 બેઠક ભાજપે જીતી, કોંગ્રેસને માત્ર 1 બેઠક
- બોટાદ નગરપાલિકા વોર્ડ 5માં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવાર જીત્યા, કોંગ્રેસે ખાતું ખોલ્યું
- તુરખા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપની પાયલબેન માથોળીયાનો વિજય
- જુનાગઢના માણાવદર અને માળિયા તાલુકા પંચાયતમાં ભાજપની જીત
- પાટડી નગરપાલિકાની 6 વોર્ડની તમામ 24 બેઠક ભાજપના ફાળે, જેમાંથી 18 અગાઉ બિનહરીફ
- ગીર સોમનાથમાં ભાજપનો જલવો, વેરાવળ-સોમનાથ પાલિકામાં ફરી સત્તા
- ગઢડા તાલુકાના માંડવાં અને ગુંદાળા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારો વિજેતા
- ભાવનગરના ગારીયાધાર તાલુકા પંચાયતમાં 16માંથી 11 બેઠક ભાજપ, 4 આપ અને 1 અપક્ષ, ભાજપનું શાસન
- જામનગર મનપાના વોર્ડ 12માં 2 બેઠક આપ અને 2 કોંગ્રેસને મળી
- રાજકોટ મનપાની 72માંથી આશરે 65 બેઠક ભાજપ અને 7 કોંગ્રેસના ફાળે
- ઉના તાલુકાના સનખડા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારનો 4000થી વધુ મતોથી વિજય
- વણોદ તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપની જીત
- અમરેલીના ધારી અને ખાંભા તાલુકા પંચાયતમાં ભાજપનો સ્પષ્ટ બહુમતી સાથે વિજય
- મોરબીમાં ભાજપનો વિજય, સાથે કેટલાક દિગ્ગજ નેતાઓને હાર
- જામજોધપુર તાલુકા પંચાયતમાં ભાજપને 11 અને આપને 8 બેઠક
- ઉના તાલુકા પંચાયતમાં 26માંથી 20 ભાજપ અને 6 કોંગ્રેસના ફાળે
- જુનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપનો સંપૂર્ણ કબ્જો, કોંગ્રેસનું ખાતું ખૂલ્યું નહીં
- ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરિ સોલંકી 5100 મતથી વિજેતા
- જામનગર મનપાના અનેક વોર્ડમાં ભાજપની પેનલનો સંપૂર્ણ વિજય
- બગસરા બેઠક પર આપનો દબદબો, 16માંથી 10 આપ અને 6 ભાજપ
- મોરબીમાં નગરપાલિકા બાદ મહાનગરપાલિકામાં પણ ભાજપનો ઇતિહાસિક વિજય
- સુરેન્દ્રનગર મનપા વોર્ડ 8માં રસપ્રદ મુકાબલો, સાસુ-વહુ બંને હાર્યા, કોંગ્રેસના ઉમેદવારનો વિજય
- લીંબડી પાલિકામાં 28માંથી 27 બેઠક ભાજપના ફાળે, 1 કોંગ્રેસ
- ગઢડા તાલુકાના ઢસા જંકશન બેઠક પર કોંગ્રેસનો વિજય
- ગોંડલ તાલુકા પંચાયતમાં કેટલીક બેઠકો પર આપની જીત, જીત બાદ ઉજવણીમાં નોટો ઉડાડાઈ
- વલ્લભીપુર નગરપાલિકાની 24માંથી 18 બેઠક ભાજપ, 2 કોંગ્રેસ અને 4 બિનહરીફ
- શિવરાજગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર મનોજભાઈ વોરાનો વિજય
- પાટડીમાં મતગણતરી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ
- રાજપીપળા નગરપાલિકામાં ભાજપનો ઝંઝાવાત, કોંગ્રેસનું ખાતું પણ ન ખૂલ્યું
- પોરબંદર જિલ્લો સંપૂર્ણ રીતે ભાજપના પ્રભાવમાં આવી ગયો. નવી બનેલી પોરબંદર મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત, બંનેમાં ભાજપે વિપક્ષને કર્યા પરાજય
- ઉત્તર ગુજરાતના વાવ-થરાદમાં ભાજપનો દબદબો -કોંગ્રેસ લાખણીમાં જ સીમિત રહી
- જુનાગઢ જિલ્લા પંચાયતમાં આપ 7 બેઠક જીત્યું
- વિસાવદર તાલુકા પંચાયત આપે કબ્જે કરી
- અમરેલી જિલ્લા પંચાયત માં આપ ને 2 બેઠક મળી
- માળિયા તાલુકા પંચાયતમાં આપ ને 1 બેઠક
- માત્ર સુરત માં 4 અને જામનગરમાં 2 બેઠક આપ ને મળી બાકીની 13 મહાનગર પાલિકા ઓમા આપનું ખાતું પણ ખુલ્યું નહીં
કોને કેટલી બેઠકો?
- આણંદ – 12 બેઠકો
- પોરબંદર – 11 બેઠકો
- મહેસાણા – 5 બેઠકો
- અમદાવાદ – 2 બેઠકો
- સુરેન્દ્રનગર – 3 બેઠકો
- જામનગર – 1 બેઠક
- નડિયાદ – 3 બેઠકો
- વડોદરા – 2 બેઠકો
- નવસારી – 2 બેઠકો
- ગાંધીધામ – 1 બેઠક
- વાપી – 1 બેઠક