Business

આપણી શૈક્ષણિક સંસ્થાઓ

કહેવત છે “ઘરનો જોગી જોગટો”. બહાર ના તો ઠીક પણ આપણે પણ “… સૂરતનુ જમણ” વિષય પર વધારે ધ્યાન આપ્યુ. મહત્વ ની કહી શકાય એવી અન્ય ક્ષેત્રો ની વાત કરીએ તો સૌ પ્રથમ શૈક્ષણિક ક્ષેત્ર ની વાત કરીએ. આજે હજી ઘણા ને ખબર નહી હોય કે આપણે ત્યાં *સાર્વજનિક યુનિવર્સિટી* બની છે. ના નહી, રાષ્ટ્ર ની મોટી-મોટી યુનિવર્સિટી એ વિદેશો માં ભારતનુ નામ રોશન કરતા અનેક વિદ્યાર્થીઓ આપ્યા છે. પણ, તુલનાત્મક આ નાની આપણી યુનિવર્સિટી એ પણ ભવિષ્ય માટે કંઇક કરી છુટે એવા વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે.

એમાનુ એક દ્રષ્ટાંત આજે એક રાષ્ટ્રીય છાપામાં વાંચવા મળ્યુ. મિત્રો આપણે પણ “આપણા ‘મિત્ર’ “ ને એક રિપોર્ટર ની જેમ આવા સમાચાર પહોંચાડવા જોઈએ. એ વાત એવી છે કે ચોપાટી – અઠવા લાઇન્સ ક્ષેત્ર માં આવેલ એક મહાવિદ્યાલય ના વિદ્યાર્થીઓ દ્વારા ચેરિટેબલ યોગદાન. પ્રત્યેક વર્ષે તેઓ સ્વૈચ્છિક રીતે નાણાં એકત્રીત કરે છે. વર્તમાન શૈક્ષણિક વર્ષ માં ₹ 33,501 એકત્રિત કરી એક વૃધાશ્રમને આપેલા. માત્ર આટલુ જ નહીં, ત્યાંના વડીલોને જાતે જ ભોજન પીરસી, દયા, ઉદારતા તો ઠીક પરંતુ વડીલોના માન-સન્માન અને સાર-સંભાળની ભાવના પણ પ્રગટ કરી. અત્યારથી રોપાયેલા “પિતૃદેવો ભવ” ના આ સંસ્કાર …વધુ ના લખતા જે તે મહાવિદ્યાલય ને સવિનય એટલી જ વિનંતિ કે આવા સમાચાર માટે ભલે કોઈ “આત્મસ્લાધા” કે પછી “બોમ્બડી મારવી” કહે, પરંતુ જો આ મિડીયા ને આપશો તો અન્યો માટે પણ આ એક અનુકરણીય દ્રષ્ટાંત બનશે. અસ્તુ.
સુરત     – ચેતન સુશીલ જોષી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top