સમાચાર મુજબ સરકાર પ્રસ્તાવિત સીમાંકન બીલ ધ્વારા હાલની ૫૪૭ સાંસદોની સંખ્યાને ૮૫૦ સુધી લઈ જવાનો ઈરાદો રાખે છે. આ બીલના રાજકીય/જાતિગત કે અન્ય મુદ્દાઓને બાજુએ રાખી ફક્ત તેના આર્થિક સૂચિતાર્થ પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો સ્વભાવિક પ્રશ્ન ઊઠે કે, સંસદમાં ૩૦૦ થી પણ વધારે સાંસદોનું અધધ કહી શકાય એવું નવું ટોળું ઊભું કરી તેની પાછળ સરકારી તિજોરીના કરોડો રૂપિયા વેડફવાનો (હા, વેડફવાનો, કેમકે સાંપ્રત કાળમાં સંસદમાં કોઈ પણ ગંભીર વિષય ઉપર અર્થપૂર્ણ ચર્ચા થતી હોય એવું પ્રતીત થતું નથી) અર્થ ખરો? એને બદલે જો દેશનાં સરકારી તંત્રોમાં લાંબા સમયથી ખાલી રહેલી નોકરીની જગ્યાઓ ભરવામાં આવે તો લાખો બેરોજગાર યુવાનો સરકારી નોકરી થકી પોતાની જિંદગી સુધારી શકે અને પ્રજાને તેમની સેવાઓનો લાભ મળી શકે.
નવસારી – કમલેશ આર. મોદી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.