Vadodara

ભાયલીની નવરચના યુનિવર્સિટીમાં શાહુડી ઘૂસતા કુતુહલ

પાંચમા માળના સ્ટોરરૂમમાંથી વનવિભાગે સુરક્ષિત રેસ્ક્યુ કરી વન્યજીવ સુરક્ષા કેન્દ્ર ખાતે ખસેડી
(પ્રતિનિધિ) વડોદરા, તા. 21 એપ્રિલ
વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી નવરચના યુનિ. ખાતે એક અનોખી ઘટના બનતા સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં કુતુહલ ફેલાયું હતું. યુનિવર્સિટીના બિલ્ડિંગના પાંચમા માળે આવેલા સ્ટોરરૂમમાં એક શાહુડી દેખાતા ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતા વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

મળતી માહિતી મુજબ યુનિવર્સિટીના રિતેશ પટેલ દ્વારા વન્યજીવ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી કે બિલ્ડિંગના સ્ટોરરૂમમાં એક શાહુડી ફસાઈ ગઈ છે. માહિતી મળતા જ વનવિભાગની રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.


વનવિભાગની ટીમના સભ્યો જીગ્નેશ પરમાર અને દોરીલાલ ફોજદારે સુરક્ષિત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી શાહુડીને બહાર કાઢી હતી. ત્યારબાદ તેને વન્યજીવ સુરક્ષા કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી, જ્યાં તેની તબીબી તપાસ અને દેખરેખ કરવામાં આવી રહી છે.
આ ઘટના અંગે સ્થાનિકોમાં આશ્ચર્ય સાથે ઉત્સુકતા જોવા મળી હતી. વનવિભાગે લોકોને અપીલ કરી છે કે આવી સ્થિતિમાં સ્વયં પ્રયાસ કરવાની બદલે તાત્કાલિક વનવિભાગને જાણ કરવી. 🌿

Most Popular

To Top