વડોદરા તા.13
ગુજસોકોટ કેસમાં સ્પેશિયલ જજ અને સેશન્સ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. અદાલતે આરોપી અસલમ ઉર્ફ બોડિયો હૈદરમિયા શેખની મિલકતો જપ્ત કરવાનો પોલીસનો આદેશ રદ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજસીકોટ કેસમાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના આસિસ્ટન્ટ કમિશનર દ્વારા 23 સપ્ટેમ્બર 2024ના રોજ આરોપી અસલમ ઉર્ફ બોડિયો હૈદરમિયા શેખની સ્થાવર તથા જંગમ મિલકતો જપ્ત કરવાનો આપેલ આદેશ રદ કરવામાં આવ્યો છે.
બીજી તરફ, તે જ તારીખે પાસ કરાયેલા આદેશમાં આરોપી મોહમ્મદ હુસૈન ઉર્ફ મુન્નો ઉર્ફ તરબુચ જાકીર હુસૈન શેખની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી અંગે અદાલતે યથાવત રાખ્યો છે. જેમાં મમ ફાર્મહાઉસનો સમાવેશ થાય છે.
અત્રે નોંધનીય છે કે અરજી સંપૂર્ણપણે મંજૂર કરવામાં આવી છે. જેના પરિણામે અગાઉ ટાંચમાં લેવામાં આવી હતી તે મિલકત મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ ચુકાદો સ્પેશિયલ જજ (ગુજસીકોટ) તથા સેશન્સ જજ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.