ગાંધીનગર,તા.12
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે રવિવારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અભિરૂચિ કસોટી (TAT-HS)નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ભાવિ શિક્ષકો માટેની આ મહત્વપૂર્ણ પરીક્ષામાં આ વર્ષે કુલ 1.65 લાખ (1,65,024) ઉમેદવારોએ નોંધણી કરાવી હતી.. અગાઉ આ પરીક્ષા 29 માર્ચના રોજ યોજાવાની હતી, પરંતુ ગુજસેટ (GujCET) પરીક્ષા સાથેની ટકરાવને કારણે તેની તારીખ લંબાવવામાં આવી હતી.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ અંતર્ગત શિક્ષણની ગુણવત્તા સુધારવાના હેતુથી લેવામાં આવતી આ દ્વિ-સ્તરીય પરીક્ષા અગાઉ 29 માર્ચના રોજ યોજાવાની હતી, પરંતુ ગુજસેટની પરીક્ષા સાથે તારીખ અથડાતા તેને લંબાવવામાં આવી હતી. આ પરીક્ષા માટે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા સહિત કુલ 6 જિલ્લાઓમાં 862 કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા હતા. જ્યાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના 41 વિષયો માટે પરીક્ષા યોજાઈ હતી. યોજાશે. પ્રિલિમિનરી પરીક્ષા કુલ 200 ગુણની MCQ આધારિત રહેશે, જેમાં 100 ગુણનો વિભાગ તમામ માટે સામાન્ય અને 100 ગુણનો વિભાગ વિષય આધારિત હશે. 180 મિનિટની આ પરીક્ષામાં દરેક ખોટા જવાબ દીઠ 0.25 ગુણનું નેગેટિવ માર્કિંગ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત 10 થી 19 ફેબ્રુઆરી દરમિયાન ચાલેલી ઓનલાઈન નોંધણી પ્રક્રિયાના અંતે મોટી સંખ્યામાં ભાવિ શિક્ષકોએ આ પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવી છે.