વડોદરામાં SRPની તાલીમ દરમિયાન જવાનનું અચાનક મોત
વડોદરા તા.12
વડોદરામાં એસ આર પી તાલીમ દરમિયાન એક યુવાન જવાનનું અચાનક મોત થતાં ચકચાર મચી ગઈ છે. તિલકવાડાના રહેવાસી જવાનોને છાતીમાં એકાએક દુખાવો કોઈ સારવાર માટે એસએસસીમાં લઈ જતા ત્યાં જ થઈ ગયું છે. પોલીસે પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજપીપળા જિલ્લાના તિલકવાડાના રહેવાસી દીપક દિનેશ બારિયા (ઉંમર 29) SRP ગ્રુપ-1માં ભરતી પામ્યા હતા અને હાલમાં વડોદરાના SRP ગ્રુપ-9 ખાતે તાલીમ લઈ રહ્યા હતા. તેઓ છેલ્લા ચાર અઠવાડિયાથી નિયમિત તાલીમમાં જોડાયા હતા.
આજે સોમવારે સવારે નિયમિત પી.ટી.એસ પરેડ પૂર્ણ થયા બાદ તેઓ કપડાં બદલતા સમયે અચાનક છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેમણે પોતાના સાથી મિત્રને આ અંગે જાણ કરતાં બંને તરત જ ડિસ્પેન્સરી તરફ જવા નીકળ્યા હતા. જોકે, ડોક્ટરની ચેમ્બરની બહાર જ તેઓ અચાનક ઢળી પડ્યા હતા.
તાત્કાલિક હાજર ડોક્ટર અને સ્ટાફ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જવાનની સ્થિતિ ગંભીર જણાતા તેમને તાત્કાલિક SRPની એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર દરમિયાન ડોક્ટરોએ દીપક બારિયાને મૃત જાહેર કર્યા હતા.
SRP ગ્રુપ-9ના ઇનચાર્જ સેનાપતિ ડી.બી. બામણીયાએ જણાવ્યું હતું કે, 15 માર્ચથી નવા ભરતી થયેલા જવાનોની તાલીમ શરૂ થઈ હતી. દીપક બારિયા નિયમિત રીતે તાલીમમાં આવતા હતા. આ બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. યુવાન જવાનના અચાનક મોત થવાના પગલે સમગ્ર એસ આર પી કેમ્પસ તેમજ પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.