Charchapatra

ભેખડે ભેરવાયેલું અમેરિકા

ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકા બરાબરનું ભેખડે ભેરવાયું હોય એમ અત્યારે તો લાગે છે. જગત જમાદાર ટ્રમ્પ ઇઝરાયલનો સાથ લઈ ઇરાનને ખોખરું કરવા નીકળેલા પણ ઈરાન ધારણા કરતા વધુ મજબૂત નીકળ્યું. અમેરિકાએ નાટો દેશોનો સાથ માંગ્યો પણ કોઈએ આ લડાઈમાં પડવાની ઈચ્છા દર્શાવી નહીં. યુદ્ધની શરૂઆતમાં જ ઇરાનના ટોપ ચાલીસ જેટલા લીડરોનો ખાત્મો બોલાવીને અમેરિકા અને ઇઝરાયલ રાજી થયું પણ ઇરાને બમણા જોશથી હુમલા ચાલુ રાખ્યા. હવે ટ્રમ્પની સ્થિતિ સાપે છછૂંદર ગળ્યા જેવી થઈ છે.

અમેરિકાએ જે ખાડી દેશોને ઇરાનથી બચાવવા લશ્કરી થાણા સ્થાપેલા એના પર જ ઇરાને ઘાતક હુમલા કરી નુકસાન પહોંચાડી સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. વધારામાં હોર્મઝ સ્ટ્રેટમાં ઓઇલ, ગેસ ટેન્કરોની ઘેરાબંધી કરીને વૈશ્વિક અર્થવ્યવસ્થાને ફટકો માર્યો છે. વિશ્વ આર્થિક મંદી તરફ આગળ ધપી રહ્યું છે, જે માટે ટ્રમ્પનું ગાંડપણ જવાબદાર છે. વેનેઝુએલા પર કબજો જમાવવામાં સફળ થયા બાદ ઇરાનને પાઠ ભણાવવા રધવાયા થયેલ આ યુદ્ધખોર નેતા પોતાને વિશ્વ શાંતિ માટે નોબેલ પુરસ્કારના હકદાર ગણતા હતા એ કેવો વદતો વ્યાઘાત..!
સુરત     – સુનીલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top