Vadodara

રણોલી જીઆઈડીસીના પ્લોટ નંબર 219માં આવેલા વેરહાઉસમાં ભીષણ આગ

શોર્ટ સર્કિટની કારણે કોમન પાર્કિંગ એરિયામાં લાગેલી આગ બાજુમાં આવેલી કંપનીમાં પ્રસરી :

જીઆઇડીસી સહિતના ફાયર સ્ટેશન ના જવાનોએ કલાકો સુધી પાણીનો મારો ચલાવી પરિસ્થિતિ સંભાળી લીધી :


( પ્રતિનિધિ )વડોદરા,તા.27

વડોદરા શહેર નજીક રણોલી જીઆઇડીસીમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ પ્રસરતા પ્લોટ નંબર 219માં આવેલી બર્કહાર્ડ કમ્પ્રેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું વેરહાઉસ આગની લપેટમાં આવી ગયું હતું. મોડીરાત્રીએ બનેલી આ ઘટનાથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ પરિસ્થિતિ સંભાળી લીધી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે મોટી માત્રામાં નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાયું હતું.

વડોદરા નજીક રણોલી GIDC વિસ્તારમાં પ્લોટ નંબર 219 માં ગતમોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી. બનવાની જાણ થતાં જવાહરનગર પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આગ વિકરાળ હોવાથી તેને કાબુમાં લાવવી પણ એક પડકાર હતો. પ્રાથમિક માહિતી મુજબ આગ હાલ સંપૂર્ણપણે કાબૂમાં છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ, હવે પરિસ્થિતિ સામાન્ય બની રહી છે. મળતી માહિતી અનુસાર રણોલી જીઆઇડીસી વિસ્તારના પ્લોટ નંબર 219 માં બર્કહાર્ડ કમ્પ્રેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વેરહાઉસ આવેલું છે. સૌપ્રથમ આગ જીઆઈડીસીના કોમન પાર્કિંગ એરિયામાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. જેમાં વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. ધીમે ધીમે આગ પ્રસરી હતી અને આ વેરહાઉસ સુધી પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ જીઆઇડીસી ફાયર સ્ટેશન સહિત આસપાસના ફાયર સ્ટેશનના જવાનો તાબડતોડ ફાયર ફાઈટરો સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાયું હતું.

Most Popular

To Top