National

પંજાબમાં કલાકારો અસુરક્ષિત? ગિપ્પી ગ્રેવાલને મળી ધમકી

એક મેસેજનો જવાબ નહીં આપ્યો… અને આવી ગઈ મોતની ધમકી!”,ગેંગસ્ટર Goldy Brar નો ખતરનાક કોલ વાયરલ ,Gippy Grewal પર સંકટ!

પંજાબી ફિલ્મ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. લોકપ્રિય ગાયક અને અભિનેતા Gippy Grewal ને ગેંગસ્ટર Goldy Brar દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને કારણે ચાહકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. જોકે, આ ઓડિયોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

વાયરલ ઓડિયોમાં પોતાને Goldy Brar તરીકે ઓળખાવતો વ્યક્તિ ગિપ્પી ગ્રેવાલને સીધી ચેતવણી આપતો સંભળાય છે. તે કહે છે કે તેના મેસેજને અવગણશો નહીં, નહીં તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. માહિતી મુજબ ગિપ્પી ગ્રેવાલે અગાઉ મોકલાયેલા મેસેજનો જવાબ આપ્યો નહોતો, જેના કારણે આ ધમકી આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

આ ઘટનાએ રાજકીય માહોલને પણ ગરમાવ્યો છે. શિરોમણી અકાલી દળના પ્રમુખ Sukhbir Singh Badal એ પંજાબની કાયદો-વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે પંજાબના મુખ્યમંત્રી Bhagwant Mann ને ટેગ કરીને ચેતવણી આપી છે કે જો ગિપ્પી ગ્રેવાલ સાથે કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની સીધી જવાબદારી સરકારની રહેશે.

Sukhbir Singh Badal એ આક્ષેપ કર્યો કે તાજેતરમાં ગિપ્પી ગ્રેવાલની સુરક્ષા હટાવવામાં આવી હતી અને ત્યારબાદ આ ધમકી સામે આવી છે. તેમણે આ ઘટનાને જાણીતા ગાયક Sidhu Moosewala ની હત્યા સાથે પણ જોડીને કહ્યું કે તે કેસમાં પણ સુરક્ષા હટાવવાનો નિર્ણય ગંભીર સાબિત થયો હતો.

ધમકીભર્યા ઓડિયોમાં ગિપ્પીની આવનારી ફિલ્મ “અકાલ” નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેટલાક સીખ સંગઠનો દ્વારા આ ફિલ્મમાં ઇતિહાસ અને ધાર્મિક મૂલ્યોને ખોટી રીતે રજૂ કરાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. હાલ આ સમગ્ર ઘટના પંજાબમાં કલાકારોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે.

Most Popular

To Top