Business

ખત્રી સમાજનાં પ્રથમ’ બિઝનેસ વુમન’ ધનગૌરીબહેન તગારીવાળા

સુરતમાં જરી અને કાપડ ઉદ્યોગમાં મહિલાઓનું પણ વિશેષ મહત્ત્વ રહ્યું છે. ખત્રી સમાજનાં લોકો કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા હતાં. સુરતમાં સલાબતપુરા વિસ્તારમાં મોહનલાલ તગારીવાળા કાપડનો વ્યવસાય કરતા હતા.તેઓના પરિવારમાં પત્ની ધનગૌરીબહેન, છ પુત્રી અને એક પુત્ર હતા. અચાનક  વર્ષ 1960માં મોહનલાલ તગારીવાલાનું ટૂંકી માંદગી બાદ નિધન થયું. સંતાનો નાનાં હતાં ત્યારે તમામ બાળકોના ભરણપોષણની જવાબદારી 32 વરસની ઉંમરે પત્ની ધનગૌરીબહેનના માથે આવી પડી.એક બાજુ પરિવારની જવાબદારી અને બીજી બાજુ કાપડના વ્યવસાયને ટકાવવાની ચેલેન્જ.

ધનગૌરીબહેને પરિવાર પર આવી પડેલી આપત્તિને અવસરમાં બદલી કાપડના વ્યવસાયને આગળ ધપાવ્યો. યાર્નની ખરીદી અને કાપડનું વેચાણ સાથે ફેક્ટરીનું મેનેજમેન્ટ પોતે સંભાળતાં હતાં. 20 લુમ્સથી શરૂ થયેલી વ્યવસાયયાત્રા 250 લુમ્સ સુધી પહોંચાડી હતી. તે સમયે જ્યોરજેટ કાપડમાં તેઓની મોનોપોલી હતી. કાપડના વ્યાપારી વર્ગમાં તેઓ ‘જ્યોરજેટની રાણી’ તરીકે ઓળખાતાં હતાં. વ્યવસાય ક્ષેત્રે 2000 ની સાલ સુધી સક્રિય રહ્યાં હતાં. વર્ષ 2014 માં તેઓનું અવસાન થયું હતું.આજે તેઓના પુત્ર રમેશભાઈ  વ્યવસાયને આગળ વધારી રહ્યા છે. આજના સ્પર્ધાત્મક યુગમાં નવી પેઢીએ ધનગૌરીબહેનની સાહસિક વ્યાપારીવૃત્તિની પ્રેરણા લેવી જોઈએ.
સુરત     – કિરીટ મેઘાવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top