Business

કર્મોથી માનવની ઓળખ થવી જોઈએ

‘ગુજરાતમિત્ર’ દૈનિક તારીખ ૧૩-૦૩-૨૬ની કોલમ ચાર્જીંગ point હેતા ભૂષણ લિખિત ‘તું અધમ નથી’ શીર્ષક હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવેલા લેખમાં વિગતે વર્ણન કર્યું છે તે મુજબ તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર કરવા કરતાં લેખમાં જણાવ્યા મુજબ જે કામ શુદ્રે  કર્યું તે જાણી સાધુબાબાએ શુદ્રને પૂછ્યું, ‘‘તું કોણ છે?’’ શુદ્રે જવાબ આપતાં કહ્યું: ‘‘હું મિથિલા નગરીનો રહેવાસી રાજા જનકજીના પરિવારનો સેવક છું. આપની કુટીર સાફ કરીને ધન્યતા અનુભવી છે.

આટલું બોલી પોતે શૂદ્ર હોવાના કારણે દૂરથી જ સાધુ સંતને પ્રણામ કર્યા. તેની વાત સાંભળી સાધુ નજીક આવ્યા અને કહ્યું, ‘‘આજે દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. શુદ્રે  કહ્યું, ‘‘મારા જેવા અધમને શું કામ પ્રણામ કરો છો?’’ ત્યારે સંત સીતારામન બોલ્યા, ભાઈ, અધમ કોઈ જાતિથી નહીં પણ પોતાનાં દુષ્કર્મોથી બને છે.આજે દેશમાં જાતિભેદ પ્રવર્તે છે તેવા સંજોગોમાં આ લખાણ જાતિભેદમાં માનનારા માટે ખૂબ જ સૂચક અને માર્ગદર્શક છે. માટે જાતિથી કોઈ મહાન બની શકતો નથી. પોતાનાં કર્મોથી માનવની ઓળખ થવી જોઈએ.
સુરત     – ચંદ્રકાંત રાણા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top