Vadodara

ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની સંગઠન બેઠકમાં ગુંજ્યો ગાંધીનગર ચાલો નો નારો

સાંસદ દિનેશભાઈ મકવાણા અને યોગેશભાઈ પરમાર (શહેર પ્રમુખ, અનુસૂચિત જાતિ મોરચો) ની અધ્યક્ષતામાં આગામી કાર્યક્રમોની રણનીતિ ઘડાઈ

(પ્રતિનિધિ), વડોદરા. તા.8

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આગામી સંગઠનાત્મક લક્ષ્યાંકો અને પ્રદેશ મોરચાની સૂચના મુજબના કાર્યક્રમોને સફળ બનાવવાના નિર્ધાર સાથે એક વિશાળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી ૧૩ તારીખે ગાંધીનગર ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં વડોદરાથી મહત્તમ જનમેદની ઉમટી પડે તે માટે અત્યારથી જ કાર્યકરોને સજ્જ થવા હાકલ કરવામાં આવી હતી. અમદાવાદ લોકસભાના લોકપ્રિય સાંસદ દિનેશભાઈ મકવાણા અને યોગેશભાઈ પરમાર (વડોદરા શહેર પ્રમુખ, અનુસૂચિત જાતિ મોરચો) ની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ મોરચો એ ભાજપના સંગઠનનો અતૂટ હિસ્સો છે. સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં મોરચાની ભૂમિકા મહત્વની છે. તેમણે 13 તારીખના ગાંધીનગરના કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા માટે દરેક વોર્ડ દીઠ આયોજન કરવા સૂચના આપી હતી. બેઠકનો મુખ્ય સૂર આગામી 13 તારીખના કાર્યક્રમ પર કેન્દ્રિત રહ્યો હતો. શહેર પ્રમુખ યોગેશભાઈ પરમારે ઉત્સાહભેર જણાવ્યું હતું કે, વડોદરા મહાનગર હંમેશા પક્ષના આદેશને શિરોમાન્ય રાખીને શ્રેષ્ઠ દેખાવ કરે છે. ગાંધીનગર ખાતે યોજાનાર કાર્યક્રમમાં વડોદરાથી અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વડોદરાનું નેતૃત્વ કરશે. બેઠકના અંતે ઉપસ્થિત સૌ કાર્યકરોએ આગામી દિવસોમાં પક્ષની કામગીરી અને સામાજિક સંગઠનને વેગ આપવા માટેના શપથ લીધા હતા. બેઠકમાં સંગઠનના પાયાના નેતાઓની ગરિમામય હાજરી રહી હતી, જેમાં, દીપકભાઈ પઢીયાર (મોરચાના પ્રભારી અને શહેર મહામંત્રી), જીવરાજભાઈ ચૌહાણ (પૂર્વ ડેપ્યુટી મેયર), યોગેશભાઈ પરમાર (શહેર પ્રમુખ, અનુસૂચિત જાતિ મોરચો) સાથે વિવિધ વોર્ડના કોર્પોરેટર, મહામંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓએ બેઠકમાં જોડાઈને પોતાના સૂચનો રજૂ કર્યા હતા.

Most Popular

To Top